4 બોટલ દારૂ અને 96 ચપલા ઝડપાયા
બે શખ્સની ધરપકડ; એકની શોધખોળ
રાજકોટ શહેરમાં વધુ ત્રણ સ્થળોએ પોલીસે દરોડા પાડી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી ફરાર ત્રીજા શખ્સની શોધખોળ શરૂ કરી છે. ભકિતનગર, આજી ડેમ પોલીસ અને એલસીબી ઝોન-રની ટીમે સહકાર રોડ, કોઠારીયા સોલવન્ટમાં મકાનમાં અને ગાંધીગ્રામમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
ભકિતનગર પીએસઆઇ એસ.એચ. ગોહીલ, કોન્સ. રવીભાઇ રત્નું. પ્રકાશભાઇ સહીતના સ્ટાફે સહકાર મેઇન રોડ પર જમનાનગરમાં રહેતા ધ્રુવ હરેશભાઇ સોલંકી (ઉ.વ.ર1) ના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી તેને રૂા. 28,800ની કિંમતના દારૂના 96 ચપલા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં આજી ડેમ પોલીસના પીએસઆઇ બી.એસ.ચૌહાણ, કોન્સ. નિમીષભાઇ સોરઠીયા સહિતના સ્ટાફે કોઠારીયા સોલવન્ટમાં અયોધ્યા પાર્કમાં રહેતા રોહીત રમેશભાઇ પરમારના મકાનમાં દરોડો પાડી રૂા. 15,672ની કિંમતની દારૂની 90 બોટલ પકડી લઇ તેની શોધખોળ શરૂ કરી છે.
ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-રની ટીમના એએસઆઇ હરપાલસિંહ જાડેજા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ગાંધીગ્રામમાં લાખના બંગલા વાળા રોડ પરથી કિશન રાજુભાઇ ચુડાસમા (ઉં.વ.25) રહે. ભારતીનગર, ગાંધીગ્રામ)ને રૂા. 920ની દારૂની 4 બોટલ સાથે પકડી લીધો હતો.
