નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇને ગરમાવો: ભાજપના 11, કોંગ્રેસના 1 નવા ઉમેદવાર જાહેર

કોંગ્રેસના ઉમેદવારની પસંદગીને લઇને છેલ્લી ઘડી સુધી ચાલ્યુ આંતરીક ધમાસણ: 21 ઓકટોબરે ચુંટણી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જેવો જ ગરમાવો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ચુંટણીને લઇને જામ્યો છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં છેલ્લી ઘડી સુધી લોબીંગ ચાલ્યુ હતુ. કુલ 15 સભ્યોની આ સમિતિમાં 11 ભાજપના, વિપક્ષને તક અપાય તો એક સીટ કોંગ્રેસની અને બાકીના ત્રણ સભ્યો રાજ્ય સરકાર નિયુક્ત હોય છે. આજે ઉઘડતી બજારે જ ભાજપે તો તેના તમામ 11 મુરતિયાના નામ જાહેર કરી દીધા હતા. તો બીજીબાજુ કોંગ્રેસમાં ઉમેદવારની પસંદગીને લઇને છેલ્લે સુધી આંતરિક ઘમાસાણ ચાલ્યુ અને છેક 1 વાગ્યા આસપાસ કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત થઇ હતી. સરકાર નિયુક્ત ત્રણ પૈકી બે સભ્યના નામ પણ જાહેર થઇ ચુક્યા છે. 20 દિવસ પછી એટલે કે તા.21મી ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. મુંબઈ રાજ્યના પ્રાથમિક કેળવણીના કાયદાની કલમ-3(2) મુજબ તથા પ્રાથમિક કેળવણીના કાયદા અન્વયે ઘડાયેલા નિયમો પૈકી શેડયુલ મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બેઠકો માટે મુંબઈ રાજ્ય પ્રાથમિક કેળવણી અધિનિયમની કલમ-4 (7)માં જે લાયકાત નક્કી કરવામાં આવી છે, તે મુજબ ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસે કરી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની (શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડયુલ્ડ ટ્રાઈબ્સ) એક બેઠક માટે ઉમેદવારી કરનાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓમાંના (શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડયુલ્ડ ટ્રાઈબ્સ) હોવા જોઈએ. કઈ કઈ કોમની ગણતરી અનુસૂચિત જાતિ એટલે કે અનુસૂચિત જનજાતિઓ (શેડયુલ્ડ કાસ્ટ અને શેડયુલ્ડ ટ્રાઈબ્સ)માં કરવામાં આવે છે.
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. 2 વાગ્યા સુધીની અંતિમ મુદત હતી. એ પહેલા ભાજપે તો સવારે 10 વાગ્યે તેમના તમામ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિપક્ષ કોંગ્રેસ તરફથી અંતિમ એક કલાક પુર્વે નામ જાહેર કરાયુ હતુ. તમામ નિયુક્તિ પત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી નિર્વાચન અધિકારી અને મેયર જાતે આવતીકાલે તા.1 ઓક્ટોબરના રોજ ચકાસણી કરશે. 12 બેઠકો માટેની ચૂંટણી અને મતદાન તા.21/10ના રોજ 11 થી 2 વાગ્યા સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાગૃહમાં કરવામાં આવશે. ચૂંટણીના મતોની ગણતરી તે જ દિવસે તે જ સ્થળે કરવામા આવશે.

આ છે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવાર, 3 સભ્ય સરકાર નિયુક્ત હશે

ભાજપ
કપિલ લલિતભાઇ નથવાણી(વોર્ડ નં.3)
હર્ષિત પ્રહલાદભાઇ કાવર(વોર્ડ નં.8)
વિરેન્દ્રભાઇ હર્ષદભાઇ ભટ્ટ(વોર્ડ નં.9)
યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા(વોર્ડ નં.12)
હરેશભાઇ મુળજીભાઇ કાનાણી(વોર્ડ નં.10)
ડો.તૃપ્તીબેન રૂૂષિકેશભાઇ શુક્લ(વોર્ડ નં.3)
કલ્પનાબેન રમેશભાઇ કિયાડા(વોર્ડ નં.5)
દ્રુપલબેન(ડોલીબેન કબીરભાઇ ટાંક(વોર્ડ નં.8)
રાઠોડ પિન્ટુભાઇ કિશોરભાઇ(વોર્ડ નં.6)
કેયુર રસિકલાલ મશરૂૂ(વોર્ડ નં.14)
પ્રવીણભાઇ ચાવડા(વોર્ડ નં.7)
કોંગ્રેસ
હાજીભાઇ ઓડિયા
સરકાર નિયુકત
ડો.નરેન્દ્રભાઇ વીસાણી
કુમારભાઇ શાહ
ગેજેટેડ ઓફિસરના નામની જાહેરાત હજુ બાકી

રિલેટેડ ન્યૂઝ