પડધરીના મોવૈયામાં પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી: મહિલા સહિત બેને ઇજા

પુત્ર સાથે ઝઘડો થતા માતા સમજાવવા જતાં મારા મારી થઈ હોવાના આક્ષેપ સાથે મહિલા સારવારમાં

પડધરીના મોવૈયામાં પડોશીઓ વચ્ચે મારામારી થતાં એક બીજા પર ધોકાથી હુમલો કરવામાં આવતાં એક મહિલા અને સામે એક આધેડને ઇજા થઇ હતી. મહિલાનો દિકરો રિક્ષા લઇને નીકળ્યો ત્યારે પાડોશીએ તેને આંતરીને માથાકુટ કરતાં મહિલા સમજાવવા જતાં તેમના પર હુમલો કરાયો હતો. જાણવા મળ્યા મુજબ મોવૈયામાં રહેતાં હનીફાબેન ગુલમહમદભાઇ હાલપોત્રા (ઉ.વ.55) રાતે નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે નજીકમાં દેકારો થતો હોઇ બહાર નીકળીને જોતાં તેમના દિકરા ઇમ્તિયાઝ સાથે પાડોશી ગોવિંદભાઇ ચૌહાણ સહિતના ઝઘડો કરતાં હોઇ પોતે ત્યાં જતાં ગોવિંદભાઇ, વેરશીભાઇ, થોભણભાઇ સહિતે ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. તેમજ ઇમ્તિયાઝને પણ ઢીકાપાટુ માર્યા હતાં. હનીફાબેન સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
હનીફાબેનના કહેવા મુજબ પાડોશીઓ કારણવગર મારા દિકરાની રિક્ષા રોકી તેની સાથે માથાકુટ કરતાં હોઇ હું ત્યાં જતાં મારા પર ધોકાથી હુમલો થયો હતો. સામા પક્ષે ગોવિંદભાઇ રાયમલભાઇ ચૌહાણ (ઉ.વ.47) પણ પોતાના ઉપર હનીફાબેનના ભાઇ હબીબભાઇ સહિતે ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે રાજકોટ સારવાર માટે દાખલ થતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ