રાજકોટને સ્વચ્છ રાખવા મ્યુનિ. કમિશ્નરની નાઇટ રાઇડ

સોરઠીયાવાડીથી ભકિતનગર સર્કલ સુધી ચેકીંગ હાથ ધરાયું નાગરીકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા

રાજકોટ શહેરને સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાત્રીના વિવિધ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકી:ગ હાથ ધરી શહરેને ગોબરૂ કરનારાને સબક શીખવી રહયા છે. મંગળવારે રાત્રીના મ્યુનિસીપલ કમિશનરે સોરઠીયા વાડીથી ભકિતનગર સર્કલ સુધી બુલેટ રાઇડ કરી ચેકીંગ હાથ ધર્યુ હતું. તથા નગરજનોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સહિતના અધિકારીઓની ટીમ સાથે વધુ એકવખત બુલેટ પર રાત્રે નગરચર્યામાં નિકળ્યા હતા.સોરઠિયાવાડીથી ભક્તિનગર સર્કલ સુધી સફાઇ કામગીરીનું નિરિક્ષણ, ખાણીપીણી સહિતના ધંધાર્થીઓને ત્યા ચેકીંગ તેમજ નાગરિકોને સ્વચ્છતા જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરી સપથ લેવાડવવામા આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા બુલેટ પર નીકળી ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ સુધીના રોડ તેમજ હોકર્સ ઝોન ખાતે રૂૂબરૂૂ મુલાકાત લઈ સમગ્ર વિસ્તારની સ્વચ્છતા વ્યવસ્થાની સઘન ચકાસણી કરી હતી.કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થળ પર જરૂૂરી ચર્ચા કરી હતી અને જ્યાં જરૂૂરિયાત જણાય ત્યાં સફાઈ કામગીરી વધુ અસરકારક બનાવવા તેમજ જાહેર સ્થળોએ નિયમિત દેખરેખ રાખવા માટે જરૂૂરી સૂચનાઓ આપી હતી. તો ભકિતનગર સર્કલ ખાતે ગાર્ડનમાં ચાલતા કરાઓકે સંગીતમાં સુર પુરાવીને નગરજનોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ