અંબિકા વિદ્યાલયમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગઓ તથા સ્કુલ/કોલેજોમા લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને તથા સ્કુલ મા અભ્યાસ કરતા વિધાર્થીઓ ને જાગૃત કરવા માટે તા.29 ના રોજ અંબિકા વિધાલય, બી.ટી.સવાણી કિટની હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ, જેમાં 70 વિધાર્થીઓ અને 5 શિક્ષકોને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્યુશર વિશે માહિતી આપીને ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપેલી હતી આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના, રામાપીર ફાયર સ્ટેશના સબ ઓફિસર વિનોદભાઈ, તથા લિડિગ ફાયરમેન સંજયભાઈ જાદવ, અજયભાઈ ધાંધા, ફાયર ઓપરેટર અવિનાશભાઈ માધડ, કિશોરભાઈ વડેખણીયા સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ