ભારત સરકારના સીધા માર્ગદર્શન તથા ટેક્નોલોજીની મદદથી કામગીરી થશે
રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના 50 શહેરોની ઙછઅૠઅઝઈં-50 પહેલમાં રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત રાજકોટ શહેરને સ્વચ્છતા ક્ષેત્રે મોડેલ સિટી તરીકે વિકસાવવામાં આવશે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણાએ સંયુક્ત યાદીમાં જણાવેલ. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી મનોહર લાલ દ્વારા તા. 29 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ઙછઅૠઅઝઈં-50 પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ દેશના 24 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 50 શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે રોલ મોડેલ શહેર તરીકે વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. ઙછઅૠઅઝઈં-50 હેઠળ પસંદ કરાયેલા શહેરોમાં નિયમિત સ્વચ્છતા કામગીરીથી આગળ વધીને સતત, દેખીતી અને ઉચ્ચ ગુણવત્તાની સ્વચ્છતા વ્યવસ્થા સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. શહેરોમાં સ્વચ્છતા વ્યવસ્થાના પરિણામોને નિર્ધારિત માપદંડો અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગના માધ્યમથી સતત ચકાસવામાં આવશે. રાજકોટ શહેરમાં સ્વચ્છતા અંગેની દૈનિક કામગીરીનું વધુ સુવ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરવામાં આવશે તથા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જરૂૂરી સુધારાઓ અને નવીન પહેલોને ગતિ આપવામાં આવશે.
‘સ્વચ્છ રાજકોટ, સ્વસ્થ રાજકોટ’ સંકલ્પને વ્યાપક બનાવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઙછઅૠઅઝઈં-50 હેઠળ મળેલી આ તકને સ્વીકારી શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સંકલિત પ્રયાસો કરવામાં આવશે. સ્વચ્છ રાજકોટ સ્વસ્થ રાજકોટના સંકલ્પને વધુ વ્યાપક બનાવતા શહેરના દરેક નાગરિક, વેપારી, સંસ્થા, શાળા-કોલેજ, ઔદ્યોગિક એકમ તથા વિવિધ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે રાજકોટને સ્વચ્છતા ક્ષેત્રે એક મોડેલ સિટી તરીકે વિકસાવવાનો સંકલ્પ કરવામાં આવશે.
