રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ની 73મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

નાગરિક બેન્કનો વર્ષ 2025-26નો ચોખ્ખો નફો
બેન્કના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એક જ વર્ષમાં બિઝનેસમાં રૂા.1240 કરોડનો વધારો

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 73મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાઈ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ’ગીતની પંકિત, હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં, આ ભાવ મનમાં છે તેનું પ્રગટીકરણ ગીતના માધ્યમથી થયું છે. અત્યારે બેંકની પ્રગતિના આંકડા રજુ થયા તે દર્શાવે છે કે હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં. 18 ટકા ડિવિડન્ડ મંજૂર થયું છે. આપણે ગત વર્ષની આંકડાકીય માહિતી જોઈ. તેની સામે આ વર્ષના તા. 23-9-2026 સુધીના આંકડા જોઈએ તો, બિઝનેસ મિક્સ રૂૂા. 12,387 કરોડ, તેમાં રૂૂા. 7,211 કરોડની ડિપોઝીટ, રૂૂા. 5,176 કરોડનું ધિરાણ છે. નફો રૂૂા. 73 કરોડ નોંધાયેલ છે અને મને આશા છે કે આ વર્ષના અંતે આપણી બેંક રૂૂા. 150 કરોડનો પ્રોફીટ કરશે. બેંકના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત જ એક વર્ષમાં બિઝનેસમાં રૂૂા. 1,240 કરોડનો વધારો થયો છે. આ ઐતિહાસિક સિદ્ધિ છે. આપ સહુએ આપણી બેંકની કામગીરી ઉપર મૂકેલા વિશ્ર્વાસનું આ પરિણામ છે. આને હું બિરદાવું છું. એટલે જ કહેવાય છે કે સિદ્ધ થવું હોય તો સહન પણ કરવું પડે અને એ જ વિજય પ્રાપ્ત કરે છે. આપણે કરેલા સત્કર્મોને લીધે આપણી બેંક પ્રગતિ કરી રહી છે.
સત્કર્મનો એક અન્ય ભાગ જોઇએ તો, સામાજિક ઉત્તરદાયિત્ત્વનાં કાર્યો. તાજેતરની એક ઘટના જોઈએ તો, જૈન ગુરુદેવ શ્રી નમ્રમુનિના જન્મદિનના અવસરે અર્હમ સેવા ગ્રુપ દ્વારા રિક્ષા માટે લોન આપવામાં આવે છે. તેઓ આપણી બેંક પાસે તા. 16ના આવ્યા. બેંકની રૈયા રોડ શાખાએ ત્વરિત કામગીરી કરી આ તમામ લોન મંજૂર કરી. બેંકની વાર્ષિક સાધારણ સભામાં અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ મલકાણ (પ્રાંત સંઘચાલકજી-સૌરાષ્ટ્ર પ્રાંત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને પુરષોત્તમભાઈ રૂૂપાલા (સંસદસભ્યરાજકોટ) ઉપરાંત દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી સુરેન્દ્રભાઈ પટેલ ઉપરાંત વિશાળ સંખ્યામાં બેંકના ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતાં. હતું. આભાર દર્શન સીએ. ચંદ્રેશભાઈ ધોળકિયાએ કર્યું હતું. સરળ અને સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ