સરગમ ક્લબના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો: 840 દર્દીઓએ લીધો લાભ

લેબોરેટરી, ચશ્મા, એક્સ-રે અને સોનોગ્રાફીની વિનામુલ્યે સેવા અપાઈ

સરગમ ક્લબ ઉપરાંત અશોક ગોંધીયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્વ સવિતાબેન છગનભાઈ પટેલ( ફિલ્ડ માર્શલ)ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વરોગ મહા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને 840 જેટલા દર્દીઓએ તેનો લાભ લીધો હતો. આ કેમ્પનું ઉદઘાટન મેયર ડો.નેહલભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્થાનેથી બોલતા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કહ્યું હતું કે આજે જ્યારે તબીબી સારવાર મોંઘી થઈ છે ત્યારે સરગમ ક્લબ જેવી સંસ્થા દર્દીઓ માટે આવા વિનામૂલ્યે કેમ્પ યોજીને સમાજની એક મોટી સેવા કરે છે. મેયર ડો.નેહલભાઈ શુક્લએ કહ્યું હતું કે, હું વર્ષોથી રાજકોટમાં વિવિધ ક્ષેત્રે સરગમ ક્લબની સેવા પ્રવૃત્તિઓ જોતો આવ્યો છું અને આ સેવા પ્રવૃત્તિનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પણ પોતાના ઉદબોધનમાં આ સેવાભાવી પ્રવૃત્તિ કરવા બદલ સરગમ કલબ અને તેની ટીમને અભિનંદન આપ્યા હતા. આ કેમ્પમાં 85 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટિંગ સંપૂર્ણ વિનામૂલ્ય કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 375 દર્દીઓને ચશ્ર્મા આપવામાં આવ્યા હતા. 31 દર્દીઓના એક્સરે અને 24 દર્દીઓની સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ સર્વે રોગ નિદાન કેમ્પમાં કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન અને જે.વી શેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ડો.કમલ પરીખ, ડો.પારસ શાહ, ડો ચંદાબેન શાહ, ડો.રશ્ર્મિભાઈ ઉપાધ્યાય, ઉપરાંત સરગમ પરિવારના અલકાબેન કામદાર, ગીતાબેન હીરાણી, ભાવનાબેન મહેતા, છાયાબેન દવે, જયશ્રીબેન વ્યાસ, નમ્રતાબેન પંડ્યા, જયસુખભાઈ ડાભી, મનમોહન પનારા, સુનિલભાઈ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, જગદીશભાઈ કિયાડા, ઘનશ્ર્યામભાઈ પરસાણા ભરતભાઈ સોલંકી અને રાજેન્દ્રભાઈ શેઠ તેમજ સરગમ આરોગ્ય સેન્ટર ના તમામ ડોક્ટરો એ સેવા આપેલ વગેરે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ