મુંબઇના પરિવારે પોતાના સ્વજનના બદલે રાજકોટના વૃદ્ધના અંતિમ સંસ્કાર કરી નાખ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારથી મૃતદેહ બદલાઈ જતા ચકચાર
રાજકોટમાં પરિવાર અંતિમયાત્રાની તૈયારી કરી કોલ્ડરૂમમાં રાખેલ મૃતદેહ લેવા જતા મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યાનો ભાંડો ફૂટ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર દર્દીઓ અને તેના સંબધીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે. જેમાં રામપાર્કમાં રહેતા વૃધ્ધનું મોત નીપજતા વિદેશથી આવતી પુત્રીની રાહ માટે મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન મુંબઈના વૃધ્ધનું રાજકોટમાં મોત નીપજતા મુંબઈથી આવેલા પરિવારને રામપાર્કના વૃધ્ધનો મૃતદેહ સોંપી દીધો હતો. મુંબઈનો પરિવાર પોતાના સ્વજનના બદલે અન્ય વૃધ્ધના અગ્નીસંસ્કાર મુંબઈ ચાલ્યો ગયો હતો. બાદમાં રામપાર્કને પરિવાર અંતિમયાત્રાની તૈયારી કરી મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો ત્યારે તેમના સ્વજનની મુંબઈના પરિવારે અંતિમવિધિ કરી નાખ્યાની જાણ થતાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલ તંત્રની ધોરબેદરકારીના કારણે પરિવાર પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરી શક્યો ન હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાનામવા રોડ પર આવેલા રામપાર્કમાં રહેતા શાળા નં.56ના નિવૃત શિક્ષક હસમુખલાલ શાંતિલાલ ઠાકર (ઉ.વ.92) ગત તા.24ના રોજ પોતાના ઘરે ગબડી પડતા થાપાના ભાગે ફેકચર થયુ હતું. જેની સારવાર અર્થે હસમુખલાલ ઠાકરને દોશી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા થાપાની સારવાર બાદ હસમુખલાલ ઠાકરની તબિયત લથડતા મોત નીપજ્યુ હતું. હસમુખલાલ ઠાકરની એકની એક પુત્રી વર્ષાબેન અમેરિકા રહેતી હોવાથી પુત્રી આવે ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવાનો પરિવારે નિર્ણય લીધો હતો અને હસમુખલાલ ઠાકરના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે રાખવામાં આવ્યો હતો. અમેરિકાથી પુત્રી આવી જતાં પરિવાર દ્વારા રામપાર્કમાં મૃતક હસમુખલાલ ઠાકરના ઘરે અંતિમયાત્રાની લફત તૈયારી કરી દેવામાં આવી હતી અને પરિવાર હસમુખલાલ ઠાકરનો મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે પહોંચ્યો હતો. પરંતુ હસમુખલાલ ઠાકરનો મૃતિરૂમાંથી મળી નહીં આવતા પગલે સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન હસમુખભાઇ ઠાકરનો મૃતદેહ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન મુંબઇથી રાજકોટ કેન્સરની સારવાર માટે આવેલા અને બસ સ્ટેશન પાછળ જયશ્રી ગેસ્ટહાઉસમાં રહેતા ગોપાલભાઈ ઓધવજીભાઈ ઘાઘડા (ઉ.વ.56)નું કેન્સરની બીમારી સબબ મોત નીપજ્યુ હતું. તેનો પરિવાર મુંબઇથી આવે ત્યા સુધી ગોપાલભાઈના મૃતદેહને પણ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. મુંબઈ આવેલા પરિવારને ગોપાલભાઈના બદલે હસમુખલાલ ઠાકરનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. મુંબઈના પરિવારે પોતાના સ્વજનના બદલે હસમુખભાઇ ઠાકરના મૃતદેહના રામનાથપરા સ્મશાન ખાતે અગ્નીસંસ્કાર કરી નાખ્યા હોવાનુ સામે આવતા હસમુખભાઈ ઠાકરનો પરિવાર રોષે ભરાયો હતો અને બેદરકાર તંત્ર પરંતુ સમજાવટથી અંતે મામલો થાળે નોંધાવવા હતો. પડયો હતો અને બંને પરિવાર દ્વારા સમજૂતી કરવામાં આવી હતી. હોસિપટલ તંત્રની બેદરકારીના કારણે રાજકોટના વૃધ્ધનું મુંબઈનો પરિવાર અંતિમ સંસ્કાર કરી પરત ચાલ્યો ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હોવાથી ચકચાર મચી જવા પામી છે.

તપાસ સમિતિ રચવાની અને એસઓપી તૈયાર કરવાની ખાતરી આપતા સિવિલ સર્જન
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકાર કારીના કારણે રાજકોટના વૃધ્ધનું મુંબઈના પરિવારે અંતિમ સંસ્કાર કર્યાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર સફાળુ જાગ્યુ હોય તેમ કાર્યવાહીના આદેશ કરાયા છે. સિવિલ સર્જન ડો.કમલેશ ડોડીયાએ જણાવ્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાઈ ગયા બાદ મુંબઇના પરિવારે રાજકોટ વૃધ્ધના અંતિમસંસ્કાર કરી નાખ્યા છે. જે એક લાગણી અને લીગલી ગંભીર બાબત છે. માનવીય ભૂલ સીસ્ટમની ક્ષતી અને ગુનાહિત પ્રવૃતિનો એક ભાગ હોવાનું જણાવી ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી કોઈ બેદરકારીના કારણે અન્ય ઘટના ન બને તે માટે પોસ્ટમોર્ટમ ખાતે સંકળાયેલા વિવિધ વિભાગને ધ્યાને લઈને એસઓપી તૈયાર કરવાની અને ઘટના અંગે દુ:ખની લાગણી વ્યકત કરી છે.

રિલેટેડ ન્યૂઝ