વી વોન્ટ જસ્ટીશના બેનરો સાથી તબીબોનું વિરોધ પ્રદર્શન : મેલ નર્સિંગ ઓફિસરને નોકરીમાંથી બરતરફ કરવા માંગ
રાજકોટ AIIMS હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ તંત્ર સામે મોરચો માંડીને એકાએક હડતાળ શરૂ કરી દીધી છે. બુધવારે રાત્રે હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે થયેલી કથિત છેડતી અને હેરાનગતિના ગંભીર આક્ષેપો બાદ તમામ તબીબો હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલનાં પ્રાંગણમાં તબીબો દ્વારા ’ઠઊ ઠફક્ષિં ઉીંતશિંભયત’ સહિતનાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
જોકે આ અંગે હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટરે જણાવ્યું કે, મહિલા ડોક્ટરની ફરિયાદ મળતા આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો આક્ષેપ સાબિત થશે તો નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અઈંઈંખજના નર્સિંગ ઓફિસર લલિત સામે મહિલા ડોક્ટર સાથે છેડતી કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાના વિરોધમાં 50થી 60 જેટલા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હોસ્પિટલના ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર પાસે એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તબીબોએ હાથમાં ‘ઠય ઠફક્ષિં ઉીંતશિંભય‘, “બેટા પઢાઓ, બેટી બચાઓ”, “નારીને સાચવો નહીં સમાજને જવાબદાર બનાવો” અને ‘ઇયિફસ વિંય જશહયક્ષભય, ઇયિફસ વિંય ઈુભહય‘ જેવા સૂત્રો લખેલા પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ સાથે વિરોધ દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
તબીબોએ આક્ષેપિત કર્મચારી સામે કડકમાં કડક પગલાં ભરવાની તેમજ કેમ્પસમાં મહિલા વિદ્યાર્થીઓ માટે ન્યાય અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મહિલા વિદ્યાર્થિનીઓની સુરક્ષા એ તેમનો અધિકાર છે, કોઈ ઉપકાર નથી. આ મામલે રેસિડેન્ટ ડોક્ટર્સે ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપસિંહ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. આ ઉપરાંત અઈંઈંખજના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા ઇન્ટર્ન ડો. રાકેશે જણાવ્યું કે, બુધવારે હોસ્પિટલમાં ફરજ બજાવતા લલિત નામના મેલ નર્સિંગ ઓફિસર દ્વારા તેમની સાથી મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે જાતીય સતામણી (સેક્સ્યુઅલ એસોલ્ટ) કરવામાં આવી હતી. આ ગંભીર ઘટના અંગે બુધવારે જ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે સંતોષકારક પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો.
તપાસ કમિટીની રચના કરાઈ
મીડિયા કો-ઓર્ડીનેટરે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. એટલું જ નહીં આ માટે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈની જવાબદારી સાબિત થશે તેના પર નિયમ મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
