રીનોવેશન માટે લાંબા સમયથી બિલ્ડીંગ ખાલી કરાયું હતું
શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય બે માળની બનાવવા વેપારીઓ પાસે ખાલી કરાવ્યાને 9 મહિના થઇ ગયા. આટલા દિવસમાં હજુ સુધી રિનોવેશન માટે નવી એક ઇંટ મુકવામા આવી નથી. વેપારીઓએ પોત પોતાની રીતે જગ્યા શોધીને રોજીરોટી તો શરૂૂ કરી છે પરંતુ સ્થળ બદલાતા ધંધાવેપ ારની પણ પથારી ફેરવાઇ ગઇ હોય તેવી હાલત થઇ છે. જ્યા સુધી રિનોવેશનનું કામ શરૂૂ ન થાય ત્યા સુધી આ લાખાજીરાજ માર્કેટમાં વેપાર-ધંધો કરવા દ્યો, તંત્ર રિનોવેશન કામ શરૂૂ કરે તેના ચાર દિવસ પહેલા જગ્યા ફરીથી સ્વૈચ્છાએ ખાલી કરી દેવામા આવશે તેવી વેપારીઓની વ્યાપક માગણીને લઇને આજે સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના પદાધિકારીઓને રૂૂબરૂૂ વેપારીઓને મળવા માટે દોડી જવાની ફરજ પડી હતી. રાજકોટ શહેરના મધ્યમાં આવેલી અને ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવા માટે નવેમ્બર 2025માં સીલ કરવામાં આવી હતી. જોકે, માર્કેટ બંધ થયાને લાંબો સમય વિતી ગયો હોવા છતાં રિનોવેશનનું કામ શરૂૂ નહીં થતાં સ્થાનિક વેપારીઓ અને મજૂરો ભારે મુશ્ર્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિનાં ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતનાં પદાધિકારીઓએ રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી અને વેપારીઓ તથા મજૂરોની વ્યથા સાંભળી હતી. જેમાં એક મજુરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું અહી મજૂરી કરતો હતો, પણ તાળા મારવામાં આવતા પેટનો ખાડો કેમ બુરવો તે પ્રશ્ર્ન છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ સર લાખાજીરાજ માર્કેટ એ રાજકોટનું ઐતિહાસિક વારસો ધરાવતું માર્કેટ છે. આચારસંહિતા અને વહીવટદાર શાસનને કારણે ટેકનિકલ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો. હવે મારી પાસે દરખાસ્ત આવી ગઈ છે અને અમે અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપી દીધી છે.
