150 ફૂટ રીંગ રોડ પર કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ એક સાથે ત્રાટકી સાયકલ ટ્રેક પર પાર્ક લારી, વાહનો જપ્ત કરતી મનપા

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક પર લારી અને વાહનોના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે. કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસની ટીમે સંયુક્ત રીતે 150 ફૂટ રીંગ રોડ પર ચેકિંગ હાથ ધરી સાયકલ ટ્રેક પર પાર્ક કરેલી લારી, વાહનો સહિતના દબાણો દૂર કર્યા હતાં.
બંને તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ટોઇંગ વાન, જગ્યા રોકાણ શાખાના વાહનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 150 ફૂટ રિંગરોડ પર ઉતરી પડ્યો હતો. સાયકલ ટ્રેક પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા વાહનો, રસ્તા પર નડતરરૂૂપ જાહેરાતના બોર્ડ-બેનરો તેમજ આસપાસના શો-રૂૂમ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બહાર અનધિકૃત રીતે પાર્ક થયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરીને દબાણો હટાવી લેવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન અયોધ્યા ચોક પાસે આર.કે.ટાવરની સામે એક માથાભારે શખ્સે સાયકલ ટ્રેક પર ખડકેલુ વાહન ડિટેઇક કરાતુ હતુ એ વખતે તેમણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જો કે વાહન ટોઇંગ કરી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.

વાહન મેળાના દબાણ સામે તંત્રનું ભેદી મૌન
મવડી ચોકડીથી છેક ગોંડલ રોડ સુધી બન્ને બાજુ સંખ્યાબંધ વાહન મેળા છે. તેની કાર અને ટુ વ્હીલ સહિતના વાહનો મોટાભાગે સાયકલ અને વોકિંગ ટ્રેક પર જ ખડકલા રહે છે. ચર્ચા તો એવી પણ છે કે, જગ્યા રોકાણ શાખાની ભ્રષ્ટ ઓથ હેઠળ આ દબાણો આખા આડા કાન કરી લેવામા આવે અને જો કોઇ જાગૃત નાગરિક ફરિયાદ કરે એટલે દેખાડો કરવા પુરતુ એકાદ-બે દિવસ પગલાં લઇ ફરી ટેબલ નીચેના વહીવટથી સ્થિતિ જૈસે-થે-વૈસે થઇ જાય છે. હાલ આવી જ હાલત ફરી સર્જાઇ છે.

રિલેટેડ ન્યૂઝ