સમાજના વંચિત અને જરૂૂરિયાતમંદ વર્ગની સેવા કરવાના ઉમદા હેતુથી સેવા સંકલ્પ અભિયાન- 2026ના ભાગરૂૂપે સેવા મારું યોગદાનની ભાવના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસની ઉજવણી અંતર્ગત તા.7 સપ્ટેમ્બરથી તા.17 ઓકટોબર સુધી સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત સેવા પરમો ધર્મના સિદ્ધાંતને 25 વર્ષ પરિપૂર્ણ કરી રહેલ વડાપ્રધાનના નેતૃત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે. તેમનું વ્યકિતત્વ અને કાર્યો અદ્વિતીય છે. તા.17 સપ્ટેમ્બરથી તા.17 ઓકટોબર સુધી સેવા મારું યોગદાન અભિયાનમાં 25 સેવાપ્રવત્તિઓના આયોજન અને અમલીકરણ માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ધરમનગર આવાસ યોજના, રાજકોટ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમના ઈન્ચાર્જ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશ ગોહેલની આગેવાનીમાં સ્વચ્છતા કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આ સ્વચ્છતા અભિયાનમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને પક્ષના હોદ્દેદારોએ જાતે હાથમાં ઝાડુ લઈ ધરમનગર આવાસ યોજનાના ક્વાર્ટર પરિસરમાં સફાઈ કરી હતી અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા. દેશની રક્ષા કાજે અહોરાત સમર્પિત રહેતા સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારજનોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત રાજકોટ ખાતે એક વિશેષ સશસ્ત્ર દળ (સૈનિક અને સૈનિક પરિવાર) સન્માન કાર્યક્રમ મોહનેશ્ર્વર મહાદેવ મંદિર, નકળંગ હોટલની સામે, પુનીતનગર, રાજકોટ ખાતે આ કાર્યક્રમના ઈન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ)ની આગેવાનીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
150 ફૂટ રીંગ રોડ પર કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ એક સાથે ત્રાટકી સાયકલ ટ્રેક પર પાર્ક લારી, વાહનો જપ્ત કરતી મનપા
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક પર લારી અને વાહનોના દબાણના કારણે... -
મહિનાઓથી ખાલી કરાયેલ લાખાજીરાજ માર્કેટના વેપારીઓમાં ઘોર નિરાશા
રીનોવેશન માટે લાંબા સમયથી બિલ્ડીંગ ખાલી કરાયું હતું શહેરની ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ(જયુબિલી) જર્જરિત થઇ ગઇ હોય... -
ગોંડલના ભુણાવા ગામે માસી સાથે કપડા ધોવા ગયેલા બાળકનું પાણીમાં ડુબી જતા મોત
6 વર્ષીય માસુમના મૃત્યુથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ ગોંડલ તાલુકાના ભુણાવા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના...
