શિક્ષણ સમિતિ સમરસ : ભાજપના યુવા નેતાને ટિકિટ નહી મળતા અસંતોષ

દાવેદારોએ સિનિયર આગેવાનો સમક્ષ બળાપો ઠાલવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે સમરસ જાહેર થઈ ગઈ છે. ગઇકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન તમામ 12 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જેના પગલે ચૂંટણી સમરસ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બીજીબાજુ ચૂંટણી ભલે સમરસ જાહેર થઇ હોય પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં આંતરિક વિરોધ અને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપમાંથી કપિલ લલિતભાઇ નથવાણી(વોર્ડ નં.3), હર્ષિત પ્રહલાદભાઇ કાવર(વોર્ડ નં.8), વિરેન્દ્રભાઇ હર્ષદભાઇ ભટ્ટ(વોર્ડ નં.9), યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા(વોર્ડ નં.12), હરેશભાઇ મુળજીભાઇ કાનાણી(વોર્ડ નં.10), ડો.તૃપ્તીબેન રૂૂષિકેશભાઇ શુક્લ(વોર્ડ નં.3), કલ્પનાબેન રમેશભાઇ કિયાડા(વોર્ડ નં.5), દ્રુપલબેન(ડોલીબેન કબીરભાઇ ટાંક(વોર્ડ નં.8), રાઠોડ પિન્ટુભાઇ કિશોરભાઇ(વોર્ડ નં.6), કેયુર રસિકલાલ મશરૂૂ(વોર્ડ નં.14), પ્રવીણભાઇ ચાવડા(વોર્ડ નં.7)ના ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી હાજીભાઇ ઓડિયાએ ભરેલુ ફોર્મ પણ માન્ય રહ્યુ છે. આ ઉપરાંત સરકાર નિયુકત ડો.નરેન્દ્રભાઇ વીસાણી અને કુમારભાઇ શાહ સરકાર નિયુક્ત છે. જ્યારે હજુ એક સરકાર નિયુક્ત ગેજેટેડ ઓફિસરને સભ્યપદ અપાશે. દરમિયાન ભાજપમાંથી અનેક ઈચ્છુકોએ દાવેદારી નોંધાવી હતી. ખાસ કરીને ભાજપના યુવા અને ’જેન-જી’ (ૠયક્ષ-ણ) દાવેદારોમાં ટિકિટ ન મળવાને કારણે ભારે અસંતોષ ભભૂક્યો છે. લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હોવા છતાં તક ન મળતા આ યુવા દાવેદારોએ પોતાના ’ગોડફાધરો’ અને સિનિયર આગેવાનો સમક્ષ ભારે બળાપો ઠાલવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ