રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, ચેકડેમો ઊંડા કરવા અને ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં અભિયાનને વધુ વેગ આપવાના ઉદ્દેશથી ગાંધીનગર ખાતે રમેશભાઈ ધડુક ના નેતૃત્વ નીચે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધારાસભ્યો અને અગ્રણીઓના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એક મહત્વપૂર્ણ અને સમીક્ષાત્મક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી ચાલતી સમગ્ર કામગીરીને અત્યંત સહૃદયતાપૂર્વક સાંભળી હતી અને રાજ્યમાં જળ સંરક્ષણની આ ઝુંબેશને વધુ ઝડપી બનાવવા માટે ખૂબ જ સાનુકૂળ તથા પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટે રાજ્યના 10 જિલ્લાઓ અને 53 તાલુકાઓના 759 થી વધુ ગામોમાં 20,000 થી પણ વધુ નાના મોટા જળસંચયના કાર્ય ચેકડેમોનું નિર્માણ, ચેકડેમો ઊંડા કરવા કુવા રીચાર્જ, બોર રીચાર્જ વગેરે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સાથે ભાજપના ટોચના નેતાઓ અને ધારાસભ્યો રમેશભાઈ ધડુક, રમેશભાઈ ટીલાળા, રાઘવજીભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરીશભાઈ ડેર, અરવિંદભાઈ લાડાણી, સંજયભાઈ કોરડીયા તેમજ બાબુભાઈ ડોડીયા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, અશ્ર્વિનભાઈ ઠુંમર, ધનશ્ર્યામભાઈ કાછડીયા, વિશાલભાઈ ખુંટ, અનીલભાઈ પટેલ સહિતના તમામ અગ્રણી લોકપ્રતિનિધિઓ વિશેષરૂૂપે ઉપસ્થિત રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
શિક્ષણ સમિતિ સમરસ : ભાજપના યુવા નેતાને ટિકિટ નહી મળતા અસંતોષ
દાવેદારોએ સિનિયર આગેવાનો સમક્ષ બળાપો ઠાલવ્યો રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે... -
70 વર્ષની વયના ડો. ભવિન્દ્ર ચાંગેલાને ડોક્ટર ઓફ નેચરોપેથીની ડિગ્રી અર્પણ
તાજેતરમાં ડો. ભવિન્દ્રભાઈ ચાંગેલાને ગાંધી રાષ્ટ્રીય એકેડમી ઓફ નેચરોપેથી સંચાલીત કોર્ષ ગ.ઉ.ઉ.ઢ. ડીપ્લોમા નેચરોપેથી અને ડીપ્લોમા... -
છાત્રાલયના બાળકોને શૈક્ષણીક કિટ અર્પણ ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ યોજાઇ
સમાજના વંચિત અને જરૂૂરિયાતમંદ વર્ગની સેવા કરવાના ઉમદા હેતુથી સેવા સંકલ્પ અભિયાન- 2026ના ભાગરૂૂપે સેવા મારું...
