વિવિધ યોજનાઓની સ્થળ પર કામગીરી
સરકારશ્રીની જનકર્લ્યાંણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાને ધ્યાને લઈ, નગરજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ તા.01ના રોજ સમય સવારે 09:00 થી બપોરના 02:00 કલાક સુધી વિધાનસભા-69 (પશ્ર્ચિમ) વિસ્તારમાં કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ ખાતે બારમાં તબક્કાનો સેવા સેતુ શહેરી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.નેહલ શુક્લ ઉપસ્થિત રહેલ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સ્થાનિક કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારઓ, વોર્ડના આગેવાનો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં સેવા સેતુ કેમ્પનો લાભ લેવા આવેલ નગરજનો ઉપસ્થિત રહેલ. આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર સેવાઓ ઓનલાઈન ઘરે બેઠા મળી શકે છે, આ આધુનિક ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ છે. નાગરિકોને ઘરે બેઠા વિવિધ યોજનાઓની માહિતી મળી રહે, યોજનાનો લાભ મળી રહે તેવા આશય સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમે બધા કામગીરી કરી રહ્યા છે. લોકોને સરકારના દ્વારા નહીં. સરકાર લોકોને દ્વારે જઈને સેવાનો લાભ આપશે આ સંકલ્પ આપણા દેશને વિકાસતી બનાવવાનો છે.
