અન્ય ઘટનામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃદ્ધનું મોત : વાલી વારસની શોધખોળ
શહેરમાં હૃદયરોગના હુમલાથી બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોટા રામપર ગામે સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા વૃધ્ધ અને ખોડિયારનગરના વૃધ્ધનું મોત નીપજ્યુ છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ રાજકોટના વતની અને હાલ પડધરીના મોટા રામપર ગામે સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા યશંવતભાઇ નાથાલાલ રાચ્છ (ઉ.વ.69) અને ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આવેલા ખોડિયારનગરમાં રહેતા જવાહરલાલ સત્યનારાયણ રવાની નામના 60 વર્ષના બિહારી વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બંને વૃધ્ધના મોત નીપજ્યા હતા.આ ઉપરાંત અન્ય બનાવમાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ પવનપુત્ર ચોક પાસેથી આશરે 70 વર્ષના અજાણયા વૃધ્ધ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પોલીસે મૃતક વૃધ્ધના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
