રાજકોટમાં સગા બે બાળ બંધુ બકરી સાથે લાપતા થતા પરિવાર ચિંતિત

પોલીસે અપહરણનો ગૂનો નોંધી શોધખોળ આદરી

રૈયા ગામમાં શંકર ભગવાનના મંદિર પાસે સ્મશાનની સામે રહેતાં દેવીપૂજક પરિવારના બે સગા ભાઈ સુરેશ (ઉં.વ.10) અને દેવરાજ (ઉ.વ.8) 29મીએ સવારે સાડા સાતેક વાગ્યે ઘરેથી તેની પાંચ છ મહિનાની ઉંમરની એક બકરીને લઇને નીકળી ગયા બાદ ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવતાં બાળકો ગુમ થવાના કિસ્સામાં નિયમ અનુસાર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. આ બનાવમાં યુનિ. પોલીસે રૈયા ગામમાં રહેતાં અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા રવીભાઈ પરસોત્તમભાઈ વિકાણી (ઉ.વ. 40)ની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. રવિભાઈના જણાવ્યા મુજબ 28/9ના રોજ રાત્રે તેઓ કામ પરથી ઘરે આવ્યા ત્યારે બંને પુત્રો સુરેશ અને દેવરાજ ઘરે હાજર નહોતા. તે આજુબાજુમાં સગાને ત્યાં હશે તેમ માની લીધુ હતું. બીજી તરફ ઘરમાં તપાસ કરતા માતાજીના પાઠની થેલીમાં રાખેલા આશરે 350 રૂૂપિયા ગાયબ જણાયા હતા અને સામાન વેરવિખેર પડ્યો હતો. બીજા દિવસે 29મીએ સવારે તે નાનો પુત્ર દેવરાજ ઘરે આવ્યો હતો. તેના મોટા ભાઈ સુરેશ વિશે પૂછતાં તેણે જણાવેલ કે બંને પડોશમાં રહેતા માસીના ઘરે સુતા હતા અને સુરેશ હજુ ત્યાં જ છે. જેથી પિતાએ દેવરાજને પાણી ભરવાનો હાંડો આપી સુરેશને પણ જગાડીને ઘરે લાવવા મોકલ્યો હતો. પણ લાંબો સમય થવા છતાં બંને ભાઈઓ પરત આવ્યા નહોતા. પિતાએ તપાસ કરતાં પાણીનો હાંડો રિક્ષા પાસે પડેલો મળી આવ્યો હતો પરંતુ બંને દિકરા ગાયબ હતા. પડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે બંને બાળકોએ કોઈને ઘઉં પણ વેંચી નાખ્યા હતા. તેમજ વાપરવા માટે પૈસાની જરૂૂર હોવાથી તેમણે માતાજીના પાઠમાંથી રૂૂપિયા લીધા હોવાની અને પિતા ખીજાશે તેમજ રખડવા બાબતે બોલશે તેવા ડરથી બંને બાળકો કયાંક ચાલ્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પરિવારજનો દ્વારા સગાસં બંધીઓમાં ભારે શોધખોળ કરવા છતાં બંને બાળકો મળી ન આવતાં આખરે પિતા રવીભાઈ વિકાણીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. પિતા રવિભાઇએ જણાવ્યુ હતું કે બંને દિકરાની સાથે એક પાંચેક મહિનાની બકરી પણ છે. આ બકરી જન્મી ત્યારથી બંને ભાઇઓ તેને રમાડતાં હોઇ તેના કારણે બકરી પણ સાથે લેતાં ગયા છે. પોલીસે બંનેને શોધવા તપાસ શરૂૂ કરી છે. પરિવારજનો પણ બાળકોને શોધી રહ્યા છે. કોઇને બાળકો જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ