જેતપુરના ઉદ્યોગપતિનો ફોન હેક કરી લગ્નની કંકોત્રીની એપીકે ફાઈલ મોકલી ફ્રોડ આચરવાનો પ્રયાસ

તમામ પરિચિતોને આ ફાઈલ નહિ ખોલવા મનસુખભાઈ ખાચરીયાની અપીલ

જેતપુરના અગ્રણી રાજકારણી અને ઉદ્યોગપતિ નો મોબાઇલ હેક કરીને સાયબર ગઠિયાઓએ લગ્નની કંકોત્રીની એપીકે ફાઇલ મોકલી છે જે કોઈપણ સંજોગોમાં નહીં ખોલવા અપીલ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ જેતપુરના અગ્રણી રાજકારણી અને ઉદ્યોગપતિ મનસુખભાઈ ખાચરિયા નો મોબાઇલ હેક કરવામાં આવ્યો છે અને તેમના મોબાઈલ ની અંદર આવેલા તમામ કોન્ટેક્ટ વાળા લોકોને તેમને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેવી એક કંકોત્રી મોકલવામાં આવી છે જેમની એપીકે ફાઈલ ખોલવા આ કંકોત્રીમાં જણાવવામાં આવ્યું છે
તો મનસુખભાઈ જણાવે છે કે મારા નામે કે મારા કોન્ટેક્ટ ઉપર આવેલી આ કંકોત્રીની એપીકે ફાઈલ ખોલવી નહીં નહિતર આ સાયબર ગઠીયા બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખે તેવી શક્યતા છે
જેતપુરના આ મનસુખભાઈ ખાચરિયા એક અગ્રણી ઉદ્યોગપતિ અને અગ્રણી રાજકારણી છે તેમના સંપર્કમાં અનેક ઉચ્ચ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરે હોવાને કારણે તેમનું મિત્ર સર્કલ ખૂબ જ મોટું છે તેથી તેમના કોન્ટેક પણ ખૂબ જ વધારે હોય તો તે લગ્ન પ્રસંગની મોકલવામાં આવેલી કંકોત્રી કે જે એપીકે ફાઈલ છે તે કોઈપણ સંજોગોમાં ખોલવી નહીં તેવી સૂચના આપવામાં આવી છે

રિલેટેડ ન્યૂઝ