કાલાવડ પંથકના બે ખેડૂતોને પૈસા આપીને જમીનના દસ્તાવેજ કરાવી લેવા અંગે અલ્પેશ દોંગા સહિત સાત સામે ફરિયાદ

નિકાવાના ખેડૂતો સાથે 1.25 કરોડની છેતરપિંડી

રાજકોટ ના અલ્પેશ દોંગા સહિત નાઓ સામે જામગનર જિલ્લા ના કાલાવડ ટાઉન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં વ્યાજખોરી અંગે અલગ અલગ બે ફરિયાદ નોંધાઇ છે. આર્થિક દેશ ધરાવતા ખેડૂતોને યા જે રૂપિયા આપીને તેમની જમીનના દસ્તાવેજો કરાવી લેવાયા હતા . ઉપરાંત તગડુ વ્યાજ પણ વસૂલવામાં આવતું હતું કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામના જમનભાઈ ધનાભાઈ વસોયા નામના ખેડૂતને નાણાકીય ભીંસ પડી હતી. જેનો લાભ લઈને રાજકોટના અલ્પેશ ગોવિંદભાઈ દોંગા એ આ ખેડૂતની ખેતીની જમીન નો દસ્તાવેજ આરોપી ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસીયા અને નાગજીભાઈ માધાભાઈ નસીત ના નામે કરાવતા બંને આરોપીઓએ આ ખેડૂતને રૂ.12 લાખ 80 હજાર આપ્યા હતા. જે રૂપિયાના પ્રતિમાસ પોણા ત્રણ ટકાનું વ્યાજ નક્કી થયું હતું. આથી અલ્પેશ દોંગાએ કુલ રૂ.3,87,200ની વ્યાજ ની ઉઘરાણી કરી હતી અને વસૂલ્યું હતું. ઉપરાંત મૂળ રકમ રૂ.13 લાખની આ ખેડૂત ને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને પોતાની ઓફિસે બળજબરીપૂર્વક જમા કરાવી હતી. આમ કુલ રૂમ.16,87,200ની રકમ ચૂકવી આપી હોવા છતાં ત્રણેય આરોપીઓએ જમનભાઈ વસોયા ની જમીન બળજબરી થી પડાવી લેવા તથા ખાલી કરાવવા તેમજ તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાવવાની ધમકી આપી હતી. આમ, ત્રણેય આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે આખરે જમનભાઈ વસોયા ની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓ અલ્પેશ ગોવિંદભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસીયા અને નાગજીભાઈ માધાભાઈ નસીત સામે ગુન્હો નોંધ્યો છે. તેની તપાસ પોલીસ ઈન્સ. પી.ટી. જયસ્વાલ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત અલ્પેશ દોંગા સહિતના સામે વ્યાજખોરી અંગે ની વધુ એક ફરિયાદ પણ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામના પરેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા પણ આર્થિક ભીંસમાં હતા. જેની નાણાકીય ભીંસ અને તેનો ગેરલાભ લઈ આરોપી અલ્પેશ દોંગા એ ફરિયાદી ની ખેતીની જમીન લોન પેટે રૂ.20 લાખનું ધિરાણ આપ્યું હતું અને તેના પર પ્રતિમાસ રૂ.અઢી ટકા વ્યાજનું નક્કી કરાયું હતું. આમ નાણા ધીરધારના લાયસન્સ વગર ઉંચા વ્યાજદરે પૈસા આપી ગેરકાયદે વ્યાજ વસૂલી તેમજ વિશ્વાસઘાત કરીને ફરિયાદી ખેડૂતની 14 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આમ પછી ફરિયાદી પાસેથી વ્યાજના રૂ.50 હજાર અન્ય આરોપી અક્ષીત પટેલે વસૂલી લીધા હતા. તેમજ આરોપી વાધુ વીરા ડાંગર તથા રણજીતભાઈ કાનભાઈ જરૂ એ આ જમીન પરત નામે કરવા વધુ રૂ.63 લાખ 40 હજાર અલગ અલગ ચેક થી વાધુભાઈ ને આપ્યા હતા અને બાકીના રોકડા રૂ..61 લાખ 60 હજાર રણજીતભાઈ ને આપ્યા હતા. આમ આરોપીઓએ કુલ રૂ.1,25,50,000 બળજબરીથી પડાવી લીધા હતા અને કડક ઉઘરાણી કરી તેમજ છેતરપિંડી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફેબ્રુઆરી 2025 થી 3 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઘટેલી આ ઘટના અંગે પરેશભાઈ સોજીત્રા ની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ અલ્પેશભાઈ દોંગા ઉપરાંત રાજકોટ ના અક્ષીત અકબરી, આકાશ ડાંગર તેમજ થાન ના વાધુ વીરા ડાંગર અને રણજીત કાનાભાઈ જળું સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. જેની તપાસ પોલીસ ઈન્સ. એન.વી. આંબલીયા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ