ભારત સરકારના વિદેશ મંત્રાલય હેઠળના ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ઈંઈઈછ) દ્વારા મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકાની સાંસ્કૃતિક યાત્રા માટે ગોંડલના જાણીતા નૃત્ય કલાકાર ચેતન જેઠવા અને તેમની ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર ભારતીય પરંપરા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આ ગ્રૂપને સોંપાઈ હતી.
આ સાંસ્કૃતિક આદાનપ્રદાન પ્રવાસ દરમિયાન 5,000થી વધુ લોકોને ભારતીય રાસ-ગરબાની ઝાંખી કરાવવામાં આવી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત ગરબાનું આયોજન થયું હોય તેવી જગ્યાઓ પર ભવ્ય પર્ફોર્મન્સ આપવાની સાથે દક્ષિણ આફ્રિકા સ્થિત ભારતીય રાજદૂતાવાસમાં વિશેષ વર્કશોપ પણ યોજવામાં આવ્યા હતા. આ મિશન દ્વારા સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધ ગરબા પરંપરાથી માહિતગાર કરી સંસ્કૃતિનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
ભારતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ પર રજૂ કરાઈ હતી. સરકાર દ્વારા સત્તાવાર પાસપોર્ટ પર મળતી આ પ્રકારની જવાબદારી માત્ર એક પ્રવાસ ન બની રહેતા ભારતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું એક અત્યંત ગૌરવપ્રદ માધ્યમ બની રહી છે.
