ઓફિસમાંથી 152 દસ્તાવેજો મેળવ્યા : એક ડઝન ગૂનામાં સંડોવાયેલી ટોળકી વિરૂદ્ધ વધુ 9 અરજી આવી
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) તથા ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઓઠા હેઠળ ખેડૂતોને લોભામણી જાહેરાતો આપી ઓછાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનના દસ્તાવેજો કરાવી ઠગાઈ કરતી કૌભાંડી અલ્પેશ આણી ટોળકી સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ માટે નીમાયેલી જઈંઝ દ્વારા આરોપી અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની મંડળી વિરૂૂદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ આ આરોપીઓ સામે કુલ 12 ગુન્હાઓ દાખલ થયેલ હતા, જ્યારે તાજેતરમાં પડધરીમાં 1, ગોંડલ તાલુકામાં 1 અને જામનગર જિલ્લાના કાલાવડ ખાતે 2 ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય, જઈંઝ સમક્ષ અત્યાર સુધીમાં 7 જેટલા અરજદારોએ સંપર્ક કરી અરજીઓ આપી છે જેની તપાસ હાલ પ્રગતિ પર છે. આ કામગીરી દરમિયાન આરોપી અક્ષિત અકબરીની અટકાયત કરવામાં આવી છે અને આરોપી અલ્પેશ દોંગાનો કબજો મેળવીને રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપી અક્ષિત અકબરીની સઘન પૂછપરછના આધારે રાજકોટના નાના મૌવા રોડ પર, શાસ્ત્રીનગર અજમેરા સોસાયટીના ગેટ સામે આવેલ પબિઝનેસ ટર્મિનલથ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસ નં. 402 ની ઝડતી લેવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસને અન્ય દસ્તાવેજો તથા સાટાખત મળી કુલ 152 જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવી હતી, જે તપાસના કામે કબજે કરવામાં આવી છે. જઈંઝ ની તપાસમાં એવું મોટું ષડયંત્ર સામે આવ્યું છે કે આરોપીઓએ કુલ 130 વીઘા જમીન, જેની બજાર કિંમત આશરે 43 કરોડ 53 લાખ રૂૂપિયા થાય છે, તે પેટે જે-તે ખેડૂત ખાતેદારોને માત્ર 2 કરોડ 15 લાખ 15 હજાર રૂૂપિયા જેવી રકમ ચૂકવીને સાટાખત અને દસ્તાવેજો કરાવી લીધા હતા. આ ઉપરાંત, આરોપીઓ દ્વારા ઓપરેટ થતાં કોલ સેન્ટરોના ટેલીકોલરોની ટીમ સોશિયલ મીડિયા પર પોસ્ટ બૂસ્ટિંગનું કામ કરતી હોવાનું ખુલતા તેમની પણ પૂછપરછ અને તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ સમગ્ર ગુનાહિત કૌભાંડમાં અત્યાર સુધીમાં અલ્પેશભાઈ ગોપાલભાઈ દોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, પીયૂષભાઈ ચંદુભાઈ વીરડીયા, ચંદુભાઈ છગનભાઈ વીરડીયા, પડધરીના સરપદળ ગામનો વચેટીયો હીરેન રતીલાલ લુણાગરીયા, ચોટીલાના વડાલી ગામનો મયુર કાનગડ ઉર્ફે મયુર આહિર, અભયભાઈ મોલીયા, મનીષાબેન અભયભાઈ મોલીયા અને જયેશભાઈ રામજીભાઈ ભાલાળા નામના આરોપીઓની સંડોવણી જાહેર થઈ છે.
