વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લી., રાજકોટની 51મી વાર્ષિક સાધારણ સભા તારીખ 26-09- 2026ના રોજ સંપન્ન થઈ. આ સાધારણ સભામાં બહોળી સંખ્યામાં બેંકના ડેલીગેટે અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના એ.એમ. શ્રી દુર્ગેશભાઈ આચાર્યએ સર્વેનું શબ્દોરૂૂપી પુષ્પોથી સ્વાગત કર્યું. સી.ઈ.ઓ. આર. કે.વ્યાસ બેંકના વિકાસ તથા બિઝનેસની માહિતી આપી. આ સાધારણ સભામાં મેયર નેહલ શુક્લ, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સંજીવભાઈ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બેંકના પૂર્વ ચેરમેન નિકુંજભાઈ ધોળકિયા, ગોપાલભાઈ માકડીયા તથા પૂર્વ વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ તથા પૂર્વ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન જયેશભાઈ વસા રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર ડિરેક્ટર પદેથી નિવૃત્ત થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ કોઠારી, સચિનભાઈ દોશી, જયેશભાઈ કાનબાર, ડો.ભાસ્કરભાઈ ભટ્ટ અને રાજેશભાઈ માંડલિયાને ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. બેંકના ચેરમેન તરીકે ધીરજભાઈ પારેખ તથા વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોઠારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડો. સંજીવભાઈ ઓઝાએ આ સભાને સંબોધતા ધર્મ મૂલં અર્થસ્યના ચાણક્યના નીતિસૂત્રનો ઉલ્લેખ કરી બેંકના વિઝન અને મિશન માટે પ્રેરણા આપી હતી. બેંકના ડિરેક્ટર હમીરભાઈ ચાવડાએ આભાર વિધિ કરી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
બાલાજી હનુમાન મંદિરે મંત્રી પાનસેરિયા અને ધારાસભ્ય ટીલાળાએ શીશ ઝુંકાવ્યું
મહંત વિવેકસાગર દાસજીએ સ્વાગત કર્યુ લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી... -
કમિશન વધારો, ઈ-કેવાયસી વળતર સહિતના પડતર પ્રશ્ર્ને એલપીજી વિતરકોની બેઠક મળી
ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી : પાઈપલાઈન ગેસ... -
રાજકોટની ભુમાફિયા ગેંગે 43.53 કરોડની 130 વિધા જમીનનું કૌભાંડ કર્યાનો SITની તપાસમાં ધડાકો
ઓફિસમાંથી 152 દસ્તાવેજો મેળવ્યા : એક ડઝન ગૂનામાં સંડોવાયેલી ટોળકી વિરૂદ્ધ વધુ 9 અરજી આવી રાજકોટ...
