ગાંધી જયંતિએ સ્વચ્છતા જાગૃતિ રેલી : મારો કચરો, મારી જવાબદારીના નારા લાગ્યા

ક્લિન અપ રાજકોટ, ડાક વિભાગનું આયોજન

ગાંધી જયંતિના પવિત્ર દિવસે રાજકોટ શહેરમાં સ્વચ્છતાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. ક્લીનઅપ રાજકોટ તેમજ પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતાની મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના નાગરિકો, યુવાનો અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ર્ય લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. નાગરિકો કચરો માત્ર કચરાપેટીમાં જ નાખે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને પર્યાવરણનું સંરક્ષણ કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેથી રાજકોટને વધુ હરિયાળું અને સ્વચ્છ શહેર બનાવી શકાય. ક્લીનઅપ રાજકોટના સભ્ય સંજય કાકડિયાએ જણાવ્યું હતું કે, અમારું સ્વપ્ન છે કે રાજકોટ સમગ્ર ભારતનું નંબર વન ક્લીન સિટી બને. આ સપનાને સાકાર કરવા માટે છેલ્લા એક વર્ષથી ક્લીનઅપ ગ્રુપ સતત મહેનત કરી રહ્યું છે. ગયા વર્ષે સ્વચ્છતાના રેન્કિંગમાં રાજકોટને 19મો ક્રમ મળ્યો હતો, પરંતુ હવે સૌના સહકારથી તેને પ્રથમ ક્રમે લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

રિલેટેડ ન્યૂઝ