રાજકોટ સહિતના શહેરોમાં કયુઆર કોડ પર કાળુ કપડું ઢાંકી વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો
ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ ‘નો ઞઙઈં ડે’ જાહેર કર્યો છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ ચછ કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું છે અને દુકાનો પર ‘તજ્ઞિિુ રજ્ઞિ જ્ઞિંમફુ ક્ષજ્ઞ ઞઙઈં’ના પોસ્ટર લગાવ્યાં છે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાયા છે. ઓટો મોબાઈલ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, કાપડ માર્કેટ અને જ્વેલરી માર્કેટના વેપારીઓ આજે ઞઙઈં વ્યવહાર નહીં લે. હવે માત્ર રોકડથી વેપાર થશે તેવું જણાવાયું છે. આજે આશરે 50 કરોડ રૂૂપિયાના વ્યવહાર પર સીધી અસર પડવાની શક્યતા છે.
વેપારીઓનો વિરોધ ઞઙઈંના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (ખઉછ)ના નવા નિયમો સામે છે. આ નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાના છે. વ્યક્તિથી વ્યક્તિની ચુકવણી અને 2,000 રૂૂપિયા સુધીની મર્ચન્ટ ચુકવણી પર કોઈ ચાર્જ નહીં લાગે. પણ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ ચુકવણી પર 0.4 ટકા અને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તથા કેપિટલ માર્કેટના વ્યવહાર પર 0.02 ટકાનો ખઉછ નક્કી થયો છે. વેપારી એસોસિએશનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને ખઉછ ચાર્જમાંથી મુક્તિની માગ કરી છે. ખઉછ એવી ફી છે જે દુકાનદાર ડેબિટ- ક્રેડિટ કાર્ડ કે ઞઙઈં જેવી ડિજિટલ ચુકવણીની સુવિધા વાપરવા બદલ બેંક અને પેમેન્ટ કંપનીને ચૂકવે છે. આ ફી ડિજિટલ સિસ્ટમ ચલાવવાના ખર્ચ માટે લેવાય છે. આ ચાર્જ ગ્રાહકે નહીં, વેપારીએ ચૂકવવાનો હોય છે. નાના અને મધ્યમ વેપારીઓનું કહેવું છે કે તેમનો નફો પહેલેથી ઓછો છે અને વધારાનો ચાર્જ તેમના પર બોજ બનશે.
પેટ્રોલપંપો પર …
પેમેન્ટ ચાલુ રહ્યું
આજે અનેક વેપારી સંગઠનો નો ઞઙઈં ડેના અભિયાનમાં જોડાયા હતા પરંતુ મોટાભાગના પેટ્રોલપંપ પર ઞઙઈંથી પેમેન્ટ ચૂકવણી ચાલુ રહી હતી. ઞઙઈં પર ખઉછ નો સંભવિત ચાર્જ 15 ઓક્ટોબરથી લાગુ થવાનો છે ત્યારે પેટ્રોલપંપ સંચાલકો આ મુદ્દે સરકાર તરફથી કોઇ નિર્ણય આવે તેની રાહ જોઇ રહ્યા છે.
