ઓબસ્ટ્રેક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીના તબીબો દ્વારા છાત્રાઓને માર્ગદર્શન અપાયું
સશક્ત નારી – સશક્ત સમાજના ધ્યેય સાથે રાજકોટ ગાયનેઠોલોજીસ્ટ એસોસીએશન દ્વારા શહેરની સરઠારી શાળામાં ભરતી વિદ્યાર્થીનિઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં તરૂૂણીઓને મુગ્ધાવસ્થામાં ધતી વિવિધ સમસ્યાઓ વિશે, માસિક ધર્મ, ગુડ ટચબે ડ ટચ, એચ.પી.વી. વેકસીનેશન, હિમોગ્લોબીન ટેસ્ટ અને એનીમિયાની સારવાર- માર્ગદર્શન વગેરે અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા હતાં એમ સંસ્થાના પ્રમુખ જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. દર્શનાબેન પંડયા અને સેક્રેટરી તરીકે ડો. ફોરમ તન્નાની એક સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યુ છે. શહેરની તમામ સરકારી શાળાની બાળાઓ માટે આ રીતે વિશેષ કાર્યક્રમ દ્વારા એનીમિયાની તપાસ – સારવાર, એચ.પી.વી. વેકસીનેશન માટે ઝુંબેશ સહિત બાળાઓને સતાવતી વિવિધ શારિરીક સમસ્યાઓ બાબતે જાગૃત કરવામાં આવશે. રાજકોટના મેયર ડો. નેહલભાઈ શુકલે સેમીનારનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીસ દ્વારા કુપો પીત બાળકોની તપાસ કરી જરૂૂરી પોષણયુક્ત આહાર પુરો પાડવા માટે અપીલ કરવામાં આવી છે તેના પ્રતિસાદ રૂૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ ગાયનેકોલોજીસ્ટ એસોસીએશનના સહયોગથી શહેરની તમામ સરકારી શાળાઓની બાળાઓ માટે ખાસ હિમોગ્લોબીન ટેસ્ટ દ્વારા એનીમિયા સંબંધી તપાસ કરવામાં આવી રહી છે.
જરૂૂરીયાતવાળી બાળાઓને પોષણયુક્ત આહાર સાથે જરૂૂરી સારવાર પણ આપવામાં આવશે. આ તકે મેયરએ ઉપસ્થિત બાળાઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શપથ લેવડાવ્યા હતા. રાજકોટ ઓબસ્ટેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીના પ્રમુખ ડો. દર્શનાબેન પંડયાએ જણાવ્યુ હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શિક્ષણ સમિતી સંચાલીત સરકારી શાળાઓની બાળાઓ માટે તાજેતરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુગ્ધાવક-શ્રામાં ઉત્પન્ન થતી વિવિધ શારિરીક – માનસીક સમસ્યાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજમાં બાળકીઓ સાથે વધતી જતી છેડછાડથી બચવા માટે બાળાઓને ગુડ ટચ – બેડ ટચની સમજ આપવામાં આવી હતી. બાળાઓને માસિક ધર્મ વિશે સમજણ આપી વિનામુલ્યે પેડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલભાઈ શુકલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, શાસનાધિકારી જેઠવાસાહેબ સહિત શિક્ષણ સમિતાના આગેવાનો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારના આયોજન માટે રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડો.દર્શનાબેન પંડચા, સેક્રેટરી ડો.ફોરમ તન્ના, નેરાનલ વાઈસ પ્રેસીડન્ટ ડો. નિરજ જાદવ, આઈ. પી.પી.ડો.જીજ્ઞા મણાત્રા, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો.હેતલ મોઢા, ઉપપ્રમુખ ડો.રાધીઠા જાવીયા, જોઈન્ટ સેક્રેટરી ડો.કિંજલ કાનાણી, ડો.જય પંડયા, ટ્રેઝરર ડો.પ્રકાશ પરમાર, એડીટર ડો.શ્ર્વેતા ત્રિવેદી, એક્ઝીક્યુટીવ કમીટીના ડો.પ્રકાશ મદાણી, ડો.નિલા રંગાણી, ડો.રંજુન જૈન, ડો.રશૈલી ગજેરા, ડો.બ્રિન્દા બરચ્છા, ડો.અજય ચરણ, ડો.કૃપાલી ભાલારા, ડો. શૈલી મોદી, કો.ઓપ્ટ. મેમ્બર ડો.બિના ભટ્ટ, ડો.હેતસ્વી કાકડીયા, સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડો.કુંતલ જાડેજા, ડો.વર્ષા ધ્રુવ, ડો.ધીરેન તળાવીયા, ડો.મનિયા મોટેરીયા, ડો.હિના પોપટ, ડો.લતા જેઠવાણી, ડો.અમી મહેતા, ડો.સંજય દેસાઈ એડવાઈઝરી બોર્ડના ડો. સુધીર શાહ, ડો.કીર્તિ પટેલ, ડો.નીતા ઠક્કર, ડો.નિતીન લાલ, ડો.કમલ ગોસ્વામી અને ડો.કેતન ગોસાઈ સહિતના તબીબોની ટીમ કાર્યરત હતી.
