10 હજારથી વધુ વ્યક્તિઓ જોડાશે
શહેરના વરિષ્ઠ નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયા દ્વારા ઇન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (ઈંઈઙ)ના શૈક્ષણિક મંચ હેઠળ યોજાઈ રહેલા ’ફ્લુઈડ થેરાપી, ઈલેક્ટ્રોલાઈટ્સ, અઇૠ અને એસિડ- બેઝ ડિસઓર્ડર્સ’ વિષયક ઓનલાઈન અભ્યાસક્રમમાં 10 હજારથી વધુ તબીબોએ નોંધણી કરાવી છે. 30થી વધુ દેશોમાંથી સહભાગિતા ધરાવતા આ કાર્યક્રમને મળેલો પ્રતિસાદ રાજકોટ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. આ અભ્યાસક્રમનો ગ્રાન્ડ ફિનાલે અને અંતિમ માસ્ટરક્લાસ રવિવાર, તા. 4 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 2:30 વાગ્યાથી ઓનલાઈન યોજાશે. તમામ તબીબી શાખાના ડોક્ટરો માટે નિ:શુલ્ક આ સત્રમાં ફ્લુઇડ થેરાપી, ઈલેક્ટ્રોલાઈટ ડિસઓર્ડર્સ, અઇૠનું અર્થઘટન અને એસિડ-બેઝ મેનેજમેન્ટની રોજિંદી સારવારમાં ઉપયોગી મહત્ત્વના મુદ્દાઓની વ્યવહારુ અને સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. સમગ્ર અભ્યાસક્રમમાંથી ક્લિનિકલ પ્રેક્ટિસમાં ઉપયોગી મુખ્ય બાબતો પણ રજૂ કરવામાં આવશે. આ અંગે ડો. પંડયા જણાવ્યું હતુ કે, એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા (અઙઈં) દેશની સૌથી મોટી ફિઝિશિયન્સની વ્યાવસાયિક સંસ્થાઓ પૈકીની એક છે અને ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (ઈંઈઙ) તેની શૈક્ષણિક પાંખ છે. તબીબોને સારવારમાં ઉપયોગી આ વિષયોનું નિ:શુલ્ક શિક્ષણ પૂરું પાડવાના હેતુથી ઈંઈઙ દ્વારા છ સત્રોનો ઓનલાઈન સર્ટિફિકેશન અભ્યાસક્રમ યોજવામાં આવ્યો છે. આ તમામ છ સત્રોના સંચાલનની જવાબદારી કોર્સ ડિરેક્ટર અને વક્તા તરીકે ડો. સંજય પંડયાને સોંપવામાં આવી છે. તેઓ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા પુસ્તક પ્રેકટિકલ ગાઈડલાઈન ઓન ફલ્યુડ થેરાપી’ના લેખક છે. છેલ્લાં 25 વર્ષથી તેઓ ફ્લુઈડ થેરાપી, ઈલેક્ટ્રોલાઈટ અને એસિડ-બેઝ ડિસઓર્ડર્સ અંગે તેમના પુસ્તક અને દેશભરમાં આ વિષયો પર આમંત્રિત વક્તા તરીકે આશરે 400 વ્યાખ્યાનો આપી યુવા તબિબોને પ્રશિક્ષિત કરી રહ્યા છે.
ડો. સંજય પંડયાના આ અંતિમ માસ્ટરક્લાસમાં ભાગ લેવા ઈચ્છતા તબીબો અથવા વધુ માહિતી મેળવવા માંગતા લોકો શક્ષરજ્ઞરહીશમવિંયફિાુ.જ્ઞલિ પર ઈમેઈલ દ્વારા સંપર્ક કરી શકે છે. વધુમાં વધુ તબીબો આ નિ:શુલ્ક શૈક્ષણિક તકનો લાભ લઈ શકે તે માટે આયોજકોએ તબીબો અને તબીબી સંસ્થાઓને આ માહિતી વ્યાપકપણે પ્રસારિત કરવા અપીલ કરી છે.
