ચાર રવિવારે ખાસ ઝુંબેશનું આયોજન રાજકોટ જિલ્લામાં સતત મતદારયાદી સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશની શરૂઆત થઈ મતદાન મથકે હક-દાવા-વાંધા અરજીઓ સ્વીકારાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ)ની કામગીરી પૂર્ણ થઈ હોય, તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ મતદારયાદીમાં નોંધણી કરાવવાથી બાકી રહી ગયેલા તમામ પાત્ર નાગરિકો તથા 18-19 વર્ષના યુવા/પ્રથમ વખતના મતદારોના નામની નોંધણી કરવાનો છે. આ ખાસ ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભા મતવિભાગોમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આજે તા. 01 ઓક્ટોબર, 2026થી યુવા મતદાર નોંધણીની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુવા અને પ્રથમ વખતના મતદારોમાં મતદાર નોંધણી અંગે જાગૃતિ લાવવા માટે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ’સ્વીપ’ (જુતયિંળફશિંભ ટજ્ઞયિંતિ’ ઊમીભફશિંજ્ઞક્ષ ફક્ષમ ઊહયભજ્ઞિંફિહ ઙફિશિંભશાફશિંજ્ઞક્ષ) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. નોંધનીય છે કે, નાગરિકોની સરળતા માટે ઓક્ટોબર અને નવેમ્બર માસના રવિવાર એટલે કે તા. 11-10-26, 18-10-26, 25-10-26 અને 01-11- 26ના રોજ મતદાન મથકો ખાતે ’ખાસ ઝુંબેશના દિવસો’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકથી સાંજે 05 કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર્સ અને બુથ લેવલ અધિકારીઓ દરેક મતદાન મથક પર હક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારશે. આ સમગ્ર ઝુંબેશ સુચારુ રીતે સંપન્ન થાય, તે માટે સુપરવાઈઝરો અને ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથકોની મુલાકાત લઈને જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ