રાજકોટમાં નસેડી રિક્ષા ચાલકે દારૂ પીવા આધેડ પાસે પૈસા માંગી કીકથી કર્યો હુમલો

અન્ય ઘટનામાં ભાણેજે મામા પાસે પ્લોટની માંગણી કરી માર માર્યો

શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને મારા મારી થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં હોસ્પિટલ ચોકમાં રિક્ષા ચાલકે દારૂ પીવા આધેડ પાસેથી રૂપિયા માંગી રિક્ષાની કીક વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હોસ્પિટલ ચોકમાં ફૂટપાર્થ પર રહેતા મહેશભાઇ જેસીંગભાઇ રાવરાણી (ઉ.વ.54) પાસે અજાણયા રિક્ષા ચાલકે દારૂ પીવા રૂપિયા માંગી ખીસ્સા ફંફોડીયા હતા. આધેડે રૂપિયા આપવાની ના પાડતા અને અહીંથી ઉભો થા તેમ કહેતા રિક્ષા ચાલકે કીક વડે માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉ5રાંત બીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં રહેતા હીરાલાલ પૂજાભાઇ ચૌહાણ (ઉ.વ.50) પાસે તેના ભાણેજ વિજય પરમારે પ્લોટની માંગણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ