ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તા. 01/10/ 2026ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખ્યાતનામ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આરોગ્યમંત્રીએ હોસ્પિટલની વિવિધ સારવારલક્ષી તથા સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી અને હોસ્પિટલ દ્વારા દર્દીઓને આપવામાં આવતી આધુનિક તથા ગુણવત્તાયુક્ત સેવાઓથી પ્રભાવિત થયા હતા. હોસ્પિટલને ગઅઇઇંની માન્યતા પ્રાપ્ત થયેલી હોવાની નોંધ લઈ તેમણે હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત સારવાર માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમજ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની અદ્યતન સુવિધાની પણ તેમણે નોંધ લીધી હતી. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં માત્ર બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કિડની ટ્રાન્સપ્લાન્ટની સેવાઓને તેમણે બિરદાવી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્યમંત્રીને હોસ્પિટલની વિવિધ સેવાઓ, અદ્યતન સારવાર પદ્ધતિઓ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જરી તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના એમએલએ રમેશભાઈ ટીલાળા, હોસ્પિટલનાચેરમેન નાનુભાઈ મકવાણા, મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ, ટ્રેઝરર-ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, ટ્રસ્ટી અને પૂર્વ ચેરમેન જયંતિભાઈ ફળદુ, ટ્રસ્ટી હાજર રહેલ.
રિલેટેડ ન્યૂઝ
-
કુવાડવામાં નિવૃત એસ.ટી કર્મીએ ચંદનની આડમાં ગાંજો ઉગાડ્યો
પોલીસે 13 છોડવા સાથે વૃદ્ધની કરી ધરપકડ રાજકોટ શહેરના કુવાડવા રોડ પર નવાગામ આણંદપર નજીક સરકારી... -
રાજકોટમાં નસેડી રિક્ષા ચાલકે દારૂ પીવા આધેડ પાસે પૈસા માંગી કીકથી કર્યો હુમલો
અન્ય ઘટનામાં ભાણેજે મામા પાસે પ્લોટની માંગણી કરી માર માર્યો શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય... -
રાજકોટમાં કોપર સ્ક્રેપની ચોરી કરનાર તસ્કર ટોેળકી ઝડપાઈ
સાત શખ્સો પાસેથી 6 લાખનો મુદ્ામાલ જપ્ત કરતી પોલીસ 150 ફુટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ...
