વીજ ટ્રાન્સફોર્મર-સ્કુટર ખાખ : ભારે જહેમત બાદ કાબુ મેળવાયો
રાજકોટમાં હેમુ ગઢવી હોલની પાછળ ખાઉંગલીમાં બપોરે ગેસ પાઇપલાઇન રીપેરીંગ વખતે લાઈન ફાટવાથી આગ લાગતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને એક જેસીબી અને એક ટુ વ્હીલર સળગી ગયા હતા. વીજ ટ્રાન્સફોર્મર પણ આગની ઝપટે ચડી ગયું હતું. આ દુર્ઘટનાના પગલે નાશભાગ અને અફડાતફડી સર્જાઇ હતી. હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉં ગલીમાં ગેસ પાઇપલાઇનનું સમારકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન એકાએક પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી ખાઉ ગલીમાં નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો રીપેરીંગ સ્થળ પાસે જ વીજ ટ્રાન્સફોર્મર હોવાના કારણોસર ટ્રાન્સફોર્મર પણ ઝપટે ચડી ગયું હતું. જેસીબી સળગ્યુ હતું આ ઉપરાંત આસપાસના બે વાહન અને અમુક કેબીનોને પણ નુકસાન થયું હતું ગેસ પાઇપલાઇન રિપેરિંગનું કામ કરતા ત્રણ લોકો દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ તાબડતોબ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી દોડાવવામાં આવી હતી સુરક્ષાના કારણોસર આસપાસના વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
