રાજકોટના રેલનગરમાં દારૂનો ધંધો કરતા લોકોનો વિડીયો વાયરલ કર્યાનો ખાર રાખી ગાળો ભાંડી

વિડીયો ડીલીટ નહીં કરો તો જાનથી મારી નાખીશું કહી ધમકી દીધાની ત્રણ સામે ફરિયાદ

રાજકોટના રેલનગરમાં લાલબહાદુર ટાઉનશીપમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમા કામ કરતા પ્રમોદભાઇ નારણભાઇ ખાખરીયા ઉ.41એ આ જ ટાઉનશીપમાં રહેતા નિખિલ રાજેશભાઈ ચંદારાણા, સંગીતાબેન આસુલભાઈ અને તેના દીકરા સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે હુ મવડી ચોકડી ખાતે આવેલ ઘરે હતો ત્યારે મારા પત્ની વર્ષાબેન તથા પાડોશીઓ મારા બનેવી અરવીંદભાઇ બાબુભાઇ અગેચણીયા સહિતના મારા બનેવીની રીક્ષા લઇ અમારા નવા મકાન લાલબહાદુર ટાઉનશીપ ખાતે મારા પહેરવાના કપડા લેવા ગયેલ ત્યારે પડોશમા રહેતા નીખીલભાઈ તથા સંગીતાબેન તથા તેનો દીકરાએ મારી પત્ની તેમજ તેમની સાથેના માણસોને ગાળો બોલી કહેવા લાગેલ કે તમારા પતિએ અમારો વીડીયો ઉતારી વાઇરલ કરેલ છે તે વીડીયો તમો ડીલીટ કરી નાખો તેમ કહી મારી પત્નીનો ફોન માંગતા મારી પત્નીએ આપેલ નહી અને આ ત્રણેયએ મારી પત્નીને તેમજ તેમની સાથેના માણસોને ધમકી આપેલ કે તમારા પતિએ જે અમારો વીડીઓ વાયરલ કરેલ છે તે ડીલીટ નહી કરો તો તમોને આજે અહીયાથી જીવતા જવા દેવાના નથી તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ અને ત્યાર બાદ મારી પત્ની વર્ષાબેને મને ફોન કરતા મે 112મા ફોન કરી પોલીસ મદદની માંગળી કરેલ અને ત્યાર બાદ 112 મારફતે મારી પત્નીને પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને હું પણ પહોંચ્યો હતો આરોપીઓ દારુનો ધંધો કરતા હોઇ અને તે અમને પડોશી તરીકે ગમતુ ન હોઇ જેથી મે તેનો વીડીયો ઉતારી વીડીયો વાયરલ કરેલ જેની ખાર રાખી આ લોકોએ ધમકી આપી હોય જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ