રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા પાસે સમાજના રિવાજ મુજબ પાંચ લાખ માંગી પરાણે નોનવેજ ખવડાવતા

પરસાણાનગરમાં રહેતા પતિ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક માનસિક ત્રાસ દીધાની ફરિયાદ

પતિ દારૂ ઢીંચી મારકૂટ કરતો, જુગારમાં પૈસા હારી જતા ફ્લેટ વેચી નાખ્યો

રાજકોટની રાજદીપ સોસાયટીમાં રહેતા રિધમબેન કમલેશભાઈ થાવરાણીએ પરસાણાનગરમાં રહેતા પતિ કમલેશ હોતચંદ થાવરાણી, સસરા હોતચંદ જામનદાસ થાવરાણી, સાસુ જ્યોતિબેન અને નણંદ મનીષાબેન સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન 2019મા થયા છે લગ્ન બાદ મારી તથા મારા પતિની જ્ઞાતી અલગ-અલગ હોય જેથી મારા સાસરીયા કહેતા કે અમારી સિંઘી સમાજમા પાંચ લાખ રુપીયા રોકડા આપવા પડે અમારે ખાલી આણુ ચાલે નહી અને મારા પતિ સાસરીયા વાળાઓ જેઓ માંસાહારી હોય અને હુ માંસાહાર ખાતી ન હોય તો મને પરાણે ખવડાવતા હોય કોરોના વાયરસને કારણે લોકડાઉન હોય ત્યારે પતિએ ઝગડો કરી મને કહેલ કે તુ તારા માવતરેથી પાંચ લાખ રૂપીયા લઇ આવ નહીંતર તને ઘરમાથી કાઢી મુકીશુ અને હુ બીજી પત્ની બેસાડીશ અને તને મંસાહાર બનાવતા નથી આવડતુ અને તુ તારા માવતરેથી પૈસા નથી લાવતી તો તારુ શુ કામ છે હુ બીજી સિંધીને લાવીશ એમ કહી મારી સાથે ઝગડો કરેલ અને મને રાતે માર મારી ઘરમાથી કાઢી મુકેલ છે મારા પતિ દારૂ પીને આવી મને મારકુટ કરતા બાદ મારા સાસુ-સસરા પતિને ચઢામણી કરતા હોય મને કહેતા કે તુ મારે જોઇતી નથી અને તારે બીજા પુરુષ સાથે સંબંધ છે અને તારુ ચારીત્ર્ય ખરાબ છે એવુ કહી ઝગડાઓ કરતા હોય અને મને મારકૂટ કરતા હતા મારા પતિને જુગાર રમવાની ટેવ હોય પૈસા હારી જતા દેણુ થઇ ગયેલ અને મારા પતિની દુકાન વેંચાઇ ગઇ હતી બાદ મારા નાનાએ 80000 મારા પતિ તથા સસરાને આપેલ અને પ્રેગનેન્સીના સમયમા મારા પતિ મને ઘરમા એકલી પુરી બહારથી બંધ કરી જતા રહેતા અને પાંચ દીવસ સુધી ઘરે આવતા નહી મને દિકરીનો જન્મ થયેલ અને જે મારા સાસરીવાળાને ગમેલ નહી અને દીકરીને જોવા આવેલ નહી જીયાણાનો હોટલમા જમણવાર ચાલુ હતો ત્યાં મારા સાસરીવાળા જમીને મારા માતા-પિતા અને નાના-નાનીને ખરાબ ગાળો આપેલ અને મારકુટ કરી જતા રહેલ બાદ મારી દીકરીને હોસ્પિટલમા કરતા મારા પતિ ડોકટર સાથે ઝગડો કરવા લાગેલ અને મને કહેલ કે તારા નાનાને કે દીકરીનો અડધો ખર્ચ આપે તે દીકરીને જન્મ આપ્યો છે તે મને વારસદાર નથી આપ્યો એટલે તુ મારે નથી જોઈતી અને ત્યારે મારા પતિ મારી સાથે ઝગડો કરવા લાગેલ અને મે ગળામા પહેરેલ મંગલસુત્ર ખેંચી લીધેલ અને કહેલ કે મારે તુ જોતી જ નથી ત્યારે મે અરજી કરી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ