રાજકોટમાં સરકારી આવાસ અપાવવાના બહાને મહિલા પાસેથી 1.35 લાખ પડાવ્યા

જામનગરના શખ્સ સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ સસ્તું અને ફર્નિચર સાથેનું ક્વાટર અપાવવાના બહાને એક મહિલા સાથે રૂૂ!. 1,35,000 ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રેલનગર ખાતે આવેલી હેડગોવર ટાઉનશીપમાં રહેતા અને ઘરકામ કરતા 29 વર્ષીય નાજીમાબેન સોહીલભાઈ શાહમદાર નામના મુસ્લિમ મહિલાએ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના બાવા ખાખરીયા ગામના વતની દિલીપભાઈ ઉર્ફે કિરીટભાઈ કાંતિલાલ વડગામા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે આશરે બે મહિના પહેલાં ફરિયાદી નાજીમાબેન અને તેમના પતિ રેલનગર ખાતે નવી બનેલી લોકસેવક જનક ટાઉનશીપમાં તેમના કૌટુંબિક મામી ખાતુનબેનનું ક્વાટર જોવા ગયા હતા. તે સમયે મામીના ઘરે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, જે દિલીપભાઈ વડગામા કરી રહ્યો હતો. મામીએ વાતચીતમાં જણાવ્યું કે આ ક્વાટર તેમને મહાનગરપાલિકાના ફોર્મ દ્વારા મળ્યું છે, જેમાં તેમણે રૂૂ!. 1 લાખ રોકડા ભર્યા છે અને બાકીના સાડા ચાર લાખની લોન કરાવી છે. આ સાંભળી નાજીમાબેને પણ ત્યાં ક્વાટર લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાં હાજર ફર્નિચરના કારીગર દિલીપભાઈએ વચમાં પડીને દાવો કર્યો હતો કે, તેના હસ્તક આ ટાઉનશીપમાં 12 ક્વાટર છે અને ક્વાટર ફાળવતા ઉચ્ચ અધિકારીઓ તેના સીધા સંપર્કમાં છે. તેણે નાજીમાબેનને વિશ્ર્વાસમાં લઈને લાલચ આપી હતી કે તે ફર્નિચર સાથેનું આખું ક્વાટર કુલ રૂૂ!. 6 લાખમાં અપાવી દેશે, જેમાં રૂૂ!. 3 લાખ રોકડા અને બાકીના 3 લાખની લોન કરાવી આપશે. આરોપીની વાતોમાં આવીને ફરિયાદી અને તેના પતિએ ક્વાટર લેવાની હા પાડી હતી. ત્યારબાદ ગત 23 ઓગસ્ટ 2026 ના રોજ આરોપી દિલીપભાઈ ફરિયાદીના ઘરે આવ્યો હતો અને ક્વાટરની પ્રક્રિયા શરૂૂ કરવા માટે રોકડા નાણાંની માંગણી કરી હતી. ફરિયાદીના પતિએ એટીએમમાંથી રૂૂ!. 65,000 ઉપાડીને પોપટપરા સ્મશાન પાસે ઇકો કાર લઈને આવેલા દિલીપભાઈને આપ્યા હતા. ત્યારબાદ 24 ઓગસ્ટના રોજ બીજા રૂૂ.35,000 અને 31 ઓગસ્ટ 2026 ના રોજ વધુ રૂૂ. 35,000 એમ કટકે-કટકે કુલ રૂૂ!. 1,35,000 ક્વાટર પેટે ચૂકવવામાં આવ્યા હતા. આરોપીએ લોનની પ્રક્રિયા માટે ફરિયાદીના આધારકાર્ડ અને આઈટી રિટર્ન પણ મંગાવ્યા હતા અને કાલાવાડ રોડ પર આવેલી એક ઓફિસમાં આઈટી રિટર્ન ભરાવ્યું હતું. જોકે, નાણાં મેળવી લીધા બાદ જ્યારે પણ નાજીમાબેન ક્વાટર અને દસ્તાવેજ બાબતે ફોન કરતા, ત્યારે આરોપી પ્રોસેસ ચાલુ હોવાના ગોળ- ગોળ જવાબો આપતો હતો. છેલ્લા એક મહિનાથી આરોપીએ ફોન ઉપાડવાનું સાવ બંધ કરી દેતા દંપતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે નાજીમાબેને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેડ કોન્સ્ટેબલ નરવણસિંહ વાળાને તપાસ સોંપી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ