ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના ઉપસ્થિત રહ્યા
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ૠજછઝઈ) દ્વારા રાજકોટના પરાપીપળીયા સ્થિત એઈમ્સ (અઈંઈંખજ) હોસ્પિટલ પરિસર નજીક રૂ. 674.77 લાખ (અંદાજે રૂ. 6.75 કરોડ)ના ખર્ચે નિર્માણ પામનારા અત્યાધુનિક નવીન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા એસ.ટી. બસ સ્ટેશનનું વિધિવત્ ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના હસ્તે સંપન્ન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા નિગમને ફાળવવામાં આવેલ ખાસ ગ્રાન્ટ-સહાય અંતર્ગત 5,000 ચોરસ મીટરના વિસ્તારમાં આ નવીન બસ સ્ટેશન આકાર લેશે, જેમાં 1189.09 ચોરસ મીટર ક્ષેત્રફળમાં અદ્યતન બાંધકામ કરવામાં આવશે. રાજકોટ એઈમ્સમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ, મુલાકાતીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને પરિવહન માટે આ નવું બસ સ્ટેશન ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ બસ સ્ટેશન ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર (ૠ+1) ના માળખામાં તૈયાર કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 5 બસ પ્લેટફોર્મ, મુસાફરોની સુવિધા માટે વેઇટિંગ હોલ અને વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વિદ્યાર્થી તથા મુસાફરો માટે પાસ રૂમ તથા પાર્સલ રૂમ તૈયાર કરાશે.
