યુપીનો શખ્સ 59 હજારના ગાંજા સાથે ઝડપાયો

રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જયદીપસિંહ પરમારની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કેતનભાઈ બોરીચા અને નિલેશભાઈ મિયાત્રાને મળેલી બાતમી આધારે કોઠારીયા રોડ આશાપુરાનગરમાં વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળો શખ્સ પસાર થતા અટકાવી જડતી લેતા તેની પાસેથી 1 1કિલો 70 ગ્રામ ગાંજો મળો આવતા તેને અટકાયતમાં લઇ નામઠામ પૂછતાં પોતે યુપીનો હરિઓમસિંહ ઉર્ફે મોનુ વિનોદ ભદોરિયા ઉ.23 હોવાનું જણાવ્યુ હતું વધુ પૂછતાછમાં તેણે રાજકોટના સંતોષ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ પાલાને આ ગાંજો આપવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે 58,500 રૂપિયાનો ગાંજો, મોબાઈલ અને રોકડ સહીત 68,730 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ