નવરાત્રીની અનોખી ઉજવણી : એસબીઆઇ પેન્શનર્સ એસો. દ્વારા 9 થેલેસેમીક બાળાઓને અપાઇ સાયકલ

એસ.બી.આઈ. પેન્શનર્સ એસોસિએશન રાજકોટ વિભાગ દ્વારા સભ્ય કલ્યાણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂૂપે વિવિધ સમાજ ઉપયોગી જનકલ્યાણની પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિના નવલા દિવસો દરમિયાન કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રક્ત જેમનો ખોરાક છે તેવા લોહીના વારસાગત રોગ થેલેસેમીયાનો ભોગ બનેલ માં જગદંબાના અવતાર સમી નવ કુમારીકાઓ દીકરીઓને પેન્શનરો કે જેમને મળતા પેન્શન સિવાય આવકનું કોઈ સાધન નથી તેવા પેન્શનર્સ ભાઈઓ બહેનોએ થેલેસેમિક દીકરીઓને રાજી કરવાના શુભ કાર્યમાં ઉદારતાપૂર્વક આપેલ આર્થિક યોગદાનથી માતાજીની આરાધના સ્તુતિ પ્રાર્થનાના દિવસો નવરાત્રી નિમિત્તે બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ પુષ્પનગધન, જાણીતા બિઝનેસમેન યોગેશભાઈ જસાણી સહિતના મહાનુભાવોના હસ્તે નવ થેલેસેમિક દીકરીઓને સાયકલ ભેટ આપી સાચા અને સારા અર્થમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર આયોજનની સફળતા માટે પેન્શનર્સ એસોસિએશનના શરદભાઈ દવે. અનુપમ દોશી, દક્ષિણભાઈ જોષી, જનાર્દન આચાર્ય, જીતુભાઈ ગણાત્રા, શીરીષ કચ્છી, કે,સી. પંડયા, ધીરેન માંકડ સહિતના પેન્શનર્સ સાથીઓ કાર્યરત રહેલ.

રિલેટેડ ન્યૂઝ