ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાનું સદભાવના ટ્રસ્ટને 10 લાખનું દાન

વડાપ્રધાનનાં જન્મદિવસ નિમિતે ધારાસભ્યની મોટી સેવા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ નિમિત્તે આયોજિત ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સમાજસેવા અને લોકકલ્યાણના પવિત્ર હેતુથી રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી ભગીરથ કાર્ય કરવામાં વામાં આવ્યું છે.
ધારાસભ્ય દ્વારા માનવતાવાદી કાર્યો માટે જાણીતા સદભાવના ટ્રસ્ટને રૂૂ. 10,00,000/- (અંકે રૂૂપિયા દસ લાખ પૂરા) ની રકમનો આર્થિક સહયોગ અર્પણ કરવામાં આવ્યો છે. આ માતબર રકમ સમાજના જરૂૂરિયાતમંદી અને આરોગ્ય-પર્યાવરણલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહાયરૂૂપ બનશે. આ ઉપરાંત, સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂૂપે સોમનાથથી કેશોદ સુધી યોજાયેલી બાઇક યાત્રામાં પણ ધારાસભ્ય સહભાગી થયા હતા, જે સમાજસેવા, સેવાભાવ અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ અને દાન અર્પણ કરવાના પ્રસંગે ધારાસભ્યની સાથે અગ્રણીઓ અરુણભાઈ બિન્નાડી, ડો. માધવ દવે, મનોજભાઈ ટીલારા ડો. દિનેશભાઈ ચોવટિયા અને હિરેનભાઈ ખિમાણિયા સહિતના મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયા અને કેતનભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ