વિરોધના નામે વ્યક્તિગત અપમાન જનક ભાષાનો ઉપયોગ સ્વચ્છ લોકશાહી માટે યોગ્ય નથી : ભાજપ નેતા
મતદારયાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (જઈંછ)ને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગેના અભદ્ર નિવેદનને લઈને રાજકીય શિષ્ટાચાર અને લોકશાહીની મર્યાદાઓ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે અને સમગ્ર દેશમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
દેશના વડાપ્રધાન જેવા બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ અંગે નમોદી નહીં, તેમના બાપને પણ જવું પડશેથ જેવા શબ્દપ્રયોગો રાજકીય ચર્ચાની ગરિમાને અનુરૂૂપ નથી તેમ જણાવી ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે માત્ર મલ્લિકાર્જુન ખડગે જ નહી પરંતુ આખી કોંગ્રેસની હલકી માનસિકતા છતી કરે છે. રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે રાજકારણમાં વિરોધ કરવો, સરકારની નીતિઓની ટીકા કરવી અને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવવા એ દરેક રાજકીય પક્ષનો લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ વિરોધના નામે વ્યક્તિગત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો અને રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવવું એ સ્વસ્થ લોકશાહી માટે યોગ્ય નથી. લોકશાહીમાં દલીલોનું સ્થાન ગાળાગાળી નહીં, પરંતુ તથ્યો અને તર્ક હોવા જોઈએ. તેમણે ઉમેર્યું છે કે મતદારયાદી એ લોકશાહીનો પાયો છે. સમયાંતરે તેમાં રહેલી ભૂલો સુધારવી, મૃત મતદારોની નોંધણીઓનું નિયમ મુજબ નિરાકરણ કરવું, સ્થળાંતરિત મતદારોની વિગતો ચકાસવી અને દરેક પાત્ર નાગરિકને મતદાનનો અધિકાર મળે તેની ખાતરી કરવી એૉ ચૂંટણીપ્રક્રિયાની વિશ્ર્વસનીયતા માટે જરૂૂરી છે.
