રાજકોટ શહેર માટે પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહતના અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારોના ટાણે જ પાણીના સંકટની ઘેરી ચિંતામાં મુકાયેલા રાજકોટવાસીઓ માટે હવે પનર્મદા મૈયાથ તારણહાર બનીને આવી રહ્યા છે. સરકારે સૌની યોજના હેઠળ શહેરની રસ તછીપાવતા મુખ્ય જળાશયો આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમમાં નર્મદા નીર ઠલવવાનું બુધવાર અથવા ગુરુવારથી શરૂૂ થઇ જશે. રાજકોટના ઘરઆંગણેના આજી-1, ન્યારી-1 ડેમ તળિયાઝાટક થવાના આરે પહોંચી ગયા હતા. શહેર પાસે વધીને માત્ર 15 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો હતો. આવા કપરા સમયે જ રાજકોટવાસીઓ માટે નર્મદાના નીરના આગમનના સમાચાર પલાપસીના આંધણથ સમાન બનીને આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આયોજન મુજબ આવતા બુધવાર અથવા ગુરુવારથી નર્મદા નીરની વિધિવત પધરામણી શરૂૂ થઈ જશે.
બે તબક્કે 4000 એમસીએફટી પાણી અપાશે
સરકાર તરફથી રાજકોટ શહેરને આખા વર્ષ દરમિયાન પીવાના પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે કુલ 4,000 એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ જથ્થો રાજકોટની વાર્ષિક પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે. સરકારે બે તબક્કાનું સુઆયોજિત આયોજન વિચાર્યું છે. પ્રથમ તબક્કામાં દિવાળી અને શિયાળાની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્વરિત ધોરણે આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમને નર્મદાના પાણીથી છલોછલ ભરી દેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં ઉનાળાના આકરા દિવસોમાં પાણીની અછત ન સર્જાય તે માટે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ફરી એકવાર નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે.
