બાલાજી મંદિરે શિશ ઝુકાવતા મંત્રી વેકરિયા

લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) ગુજરાત સરકારના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક બાલાજી દાદાના દિવ્ય સ્વરૂૂપના દર્શન કરી વિશેષ પૂજા- અર્ચનાનો લાભ લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ