ડબલિંગ કામગીરીના કારણે નંદપુર ગામનું કાલાવડ ફાટક 31 ઓક્ટો. થી 2 નવે. સુધી બંધ રહેશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-કાનાલુસ રેલ સેક્શન પર ડબલિંગ કામગીરી અંતર્ગત જામવંથલી યાર્ડમાં યાર્ડ રીમોડેલિંગ તેમજ અન્ય સંબંધિત કાર્યો કરવાના છે. આથી જામવંથલી યાર્ડમાં સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 166 (નંદપુર ગામનું કાલાવડ ફાટક) 31 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 8 વાગ્યાથી 2 નવેમ્બર, 2026ના રોજ સવારે 8 વાગ્યા સુધી કામચલાઉ ધોરણે બંધ રાખવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન નંદપુર ગામના કાલાવડ ફાટક પરથી માર્ગ વાહનવ્યવહારની અવરજવર પ્રતિબંધિત રહેશે.
વાહનચાલકો અને અન્ય માર્ગ વપરાશકર્તાઓને વિનંતી છે કે તેઓ અવરજવર માટે રેલવે ક્રોસિંગ નંબર 164 (નંદપુર ગામનો અંડરપાસ)નો ઉપયોગ કરે તેમજ તે મુજબ જ પોતાના પ્રવાસનું આયોજન કરે.
રેલવે પ્રશાસન દ્વારા સંબંધિત પોલીસ પ્રશાસન સાથે સંકલન સાધી માર્ગ વાહનવ્યવહાર સુચારુ રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે.
રેલવે પ્રશાસને નાગરિકો અને વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન નંદપુર ગામના અંડરપાસ પરથી અવરજવર કરે અને સહકાર આપે.

રિલેટેડ ન્યૂઝ