રવિવારે મણીયાર ટ્રસ્ટ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના માધ્યમથી તારીખ 1લી નવેમ્બર 2026, રવિવાર ના રોજ સવારે 9:00 થી 1:00 હોટલ પેટ્રીયા સ્યુટસ,એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં દાંતના રોગોની સારવાર દંતવેધ ભરતભાઇ વ્યાસ દ્વારા પૌરાણિક જલંધરબંધ યોગપદ્ધતિ દ્વારા દંતને લગતી સમસ્યાઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે, પ્રાણીક હિલિંગ થેરાપી દ્વારા મહેન્દ્રભાઇ મે સારવાર આપશે. અરવિંદભાઇ વાળા દ્વારા ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવશે. બી.પી, ડાયાબીટીસનો રિપોર્ટ સેલસ હોસ્પિટલની ટીમ દ્વારા કરવામાં આવશે. કામેન્દુભાઈ આચાર્ય દ્વારા તંદુરસ્ત જીવન જીવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. મનસુખભાઈ સરવૈયા દ્વારા કાંસ્ય થેરાપી આપવામાં આવશે. આ ઉપરાંત ચિંતા, તણાવ, ડિપ્રેશન, પર્સનાલિટી જેવી મેન્ટલ હેલ્થ ને લગતી બાબતોના નિદાન માટે રેણુકાબેન મહેતા માર્ગદર્શન આપશે. અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16વર્ષ કરતાં પણ વધુ સમય થયા યોજાતા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ નો લાભ લોકો બહોળી સંખ્યામાં લે, તેમ ટ્રસ્ટના ેનેજિંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઇ કથીરિયા તેમજ ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ અપીલ કરી છે. આ નિ:શુલ્ક કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી મંડળ સાથે ટ્રસ્ટનાં કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ