કચરાગાડીનો સમય નક્કી કરવા અને જવાબદાર અધિકારી સામે પગલા લેવા માંગ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15માં સફાઈ વ્યવસ્થા અને કચરાના નિકાલ અંગે નાગરિકોને પડતી મુશ્ર્કેલીઓ બાબતે વોર્ડ નં. 15નાં કોર્પોરેટર મનીષાબેન પ્રવીણભાઈ રોજાસરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ગંભીર રજુઆત કરવામાં આવી છે. કોર્પોરેટર મનીષાબેને જણાવ્યું છે કે, વોર્ડ નં. 15માં કચરાની ગાડી આવવાનો કોઈ નિશ્ર્વિત સમય ન હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કચરાની ગાડી ગમે આવી જાય છે, જેના કારણે નાગરિકોને કચરો નિકાલ કરવામાં મુશ્ર્કેલી પડે છે. કચરાની ગાડીના સમય અંગે કોઈ નિયમિત સમયપત્રક કે અગાઉથી જાણ કરવાની વ્યવસ્થા પણ જોવા મળતી નથી.મનીષાબેન રોજાસરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આ સમસ્યાઓ અંગે તા. 28-09-2026ના રોજ લેખિત અરજી કરી હોવા છતાં આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી. આ બાબત તંત્રની ફરિયાદ નિવારણ વ્યવસ્થા સામે સવાલ ઉભા કરે છે. અંતમાં મનીષાબેન રોજાસરાએ તંત્રને અપીલ કરી છે કે વોર્ડ નં. 15ના નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે તાત્કાલિક અસરથી જરૂૂરી પગલાં લેવામાં આવે. સફાઈ અને કચરાના નિકાલ જેવી પાયાની નાગરિક સુવિધાઓમાં કોઈ બેદરકારી ન રહે અને નાગરિકોની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવે.
