કટોકટીના સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટાફને બિરદાવી
રાજકોટ જિલ્લામાં કટોકટીની પળોમાં દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ સેવાએ વધુ એક વખત સરાહનીય કામગીરી કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તા. 27/10ના રોજ વહેલી સવારે રાજકોટના લોધિકા તાલુકા મથકે ફરજ પરની 108 એમ્બ્યુલન્સ ટીમને એક સગર્ભા મહિલાની પ્રસુતિ અંગેનો કટોકટીનો કોલ મળ્યો હતો. ગોંડલ તાલુકાના અનિડા ગામે રહેતા ગુડ્ડીબેન ઉમેશભાઈ ભુરીયાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતાં, વહેલી સવારે 4:44 કલાકે લોધીકા 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કપરી પરિસ્થિતિની જાણ થતાં જ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સપનાબેન અને પાઈલોટ દીપકભાઈ કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સ્થળ પર જઈને સગર્ભા માતાની તબીબી તપાસ કરી હતી અને કેસની ગંભીરતાને સમજીને તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, હોસ્પિટલ પહોંચતા પહેલાં રસ્તામાં જ સગર્ભા મહિલાની પીડા અસહ્ય બની ગઈ હતી અને ચાલુ એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક પ્રસૂતિ કરાવવાની અત્યંત જોખમી અને અનિવાર્ય જરૂૂરિયાત ઊભી થઈ હતી. આવી કટોકટીની પરિસ્થિતિમાં પણ ઊખઝ સપનાબેને જરાય વિચલિત થયા વગર અદ્ભુત સમયસૂચકતા, તબીબી કુશળતા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. તેમણે પાઈલોટ દીપકભાઈના સહયોગથી એમ્બ્યુલન્સની અંદર જ જરૂૂરી તમામ તબીબી સાધનો અને સંભાળ સાથે આ અતિ જોખમી પ્રસૂતિ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડી હતી. આ સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સુરક્ષિત અને સ્વસ્થ જણાતા 108ની ટીમે રાહતનો શ્ર્વાસ લીધો હતો. ત્યારબાદ બંનેને તાત્કાલિક વધુ સારવાર અને દેખરેખ માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (જઉઇં) ગોંડલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.
