રાજકોટમાં ગેસ રિફિલિંગના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલ

500 જેટલા સિલિન્ડર, વજનકાંટા, મોટર સહિતની મતા સાથે બે ઝડપાયા

શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ આહિર ચોક પાસે એસ.એમ.સી. (જખઈ)ની ટીમ દ્વારા ગેસની ગેરકાયદેસર રિફિલિંગ પ્રવૃત્તિ સામે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ગેસની રિફિલિંગ કરતા ઈસમોને રંગેહાથ ઝડપી પાડીને ગેસના બાટલાઓ મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યા છે. રિફિલિંગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હાથ ધરેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી ગેસના બાટલાઓ ઉપરાંત વપરાશમાં લેવાતા વજન કાંટા અને મોટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ભક્તિનગર પોલીસ મથકે આ તમામ જપ્ત કરાયેલ મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બે ટ્રક ભરી 500 જેટલા બાટલા જપ્ત કરાયા છે. વધુ તપાસ ચાલી રહી છે.
રાજકોટના આહીર ચોકમાં ગેસ રિફિલિંગ ચાલતું હોવાની સચોટ બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બે ટ્રક ભરાય તેટલા અંદાજે 500 જેટલા ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા ચકચાર મચી ગઈ હતી હાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તમામ નાના મોટા ગેસ સિલિન્ડર, વજનકાંટા, મોટર, વાહન સહિતની ચીજ વસ્તુઓ કબ્જે કરી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈ ગેસ રિફિલિંગ કરતા બે શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ