ઉપાધ્યક્ષ તરીકે જીગ્નેશ પટેલની સેવા
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે રચાયેલી શિક્ષક ભરતી સમિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ તથા પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. શિક્ષક ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક, નિષ્પક્ષ અને ગુણવત્તાસભર બને તે દિશામાં આ સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શિક્ષણ ક્ષેત્રના બહોળા અનુભવ ધરાવતા તથા શિક્ષકોના પ્રશ્ર્નો અને શિક્ષણ વ્યવસ્થાની ઊંડી સમજ ધરાવતા બંને પદાધિકારીઓની પસંદગીથી સમગ્ર શિક્ષક સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. શિક્ષક ભરતી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શિતા, ગુણવત્તા, નિષ્પક્ષતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે બંને પદાધિકારીઓ પોતાના અનુભવ અને માર્ગદર્શન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ વરણી બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટના પદાધિકારીઓ તથા સમગ્ર શિક્ષક સમાજ દ્વારા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
