રાજકોટ રેલવે ડિવિઝનમાં ઉજવાયો રાષ્ટ્રીય એકતા દિવસ

રેલવે મેનેજર કાર્યાલયથી કોઠી કમ્પાઉન્ડ રેલવે કોલોની સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ભારતના એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) ગિરિરાજ કુમાર મીનાએ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ, અદિતીય નેતૃત્વ ક્ષમતા અને દેશની એકતાને સુદૃઢ બનાવવામાં તેમના મહાન યોગદાનનું સ્મરણ કર્યું. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટ ખાતે એકતા દોડ (છીક્ષ રજ્ઞિ ઞક્ષશિું)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલય, રાજકોટથી શરૂ થઈને કોઠી કમ્પાઉન્ડ રેલવે કોલોની સુધી ગઈ અને ત્યાંથી પરત ડિવિઝનલ રેલવે મેનેજર કાર્યાલય પહોંચીને સંપન્ન થઈ. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વમાં આયોજિત આ દોડમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, ખેલાડીઓ, રેલવે સુરક્ષા દળ (છઙઋ)ના જવાનો તેમજ ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન સહભાગીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ