રાજકોટમાં કામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ

અન્ય ઘટનામાં રેસ્ટોરન્ટ સંચાલકે બિમારીથી કંટાળી ફિનાઇલ પીધું

શહેરમાં વાવડી વિસ્તારમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ પી લીધુ હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાવડીમાં આવેલા કરણ પાર્કમાં રહેતી સુહાનાબેન અબ્દુલભાઇ ઝાખરા નામની 19 વર્ષની યુવતીને તેની માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગતા સુહાનાબેન ઝાખરાએ ફિનાઇલ પી લીધુ હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં બાબરીયા કોલોનીમાં રહેતા અને નોનવેજની હોટલ ધરાવતા અસલમ આદમભાઇ સમા નામના 20 વર્ષના યુવાને માનસિક બીમારીથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ