દાતાઓ દ્વારા લાખો રૂપિયાનું અનુદાન જાહેર
સમસ્ત રાજપૂત સમાજના ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમમાં અને મંદિર નિર્માણ કાર્યના કામ અંગે સૌએ ચર્ચા વિચારણા કરી અને નવનિર્માણ પામનાર ભવનનું લોકાર્પણ કાર્યક્રમ અંગે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. દિવાળી બાદ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટેની યોજનાઓ નવીનતમ કોર્સ અને યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની તૈયારી અંગે શું કરી શકાય તે અંગે પ્રતાપસિંહજી ચૌહાણ વાઇસ ચાન્સેલર અને કે એન ખેરએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
પ્રતાપસિંહજીએ જણાવ્યું હતું કે જો સામાજિક એકતા વધારવી હશે તો સોશિયલ મીડિયાથી ગેરમાર્ગે દોરાય અને સમાજની એકતાને નુકસાન થાય તેવું કાર્ય ન કરવા શિક્ષિત લોકોને હું અપીલ કરું છું. જેસીંગ ભગત માંગરોળ દ્વારા સમગ્ર કાર્ય ઝડપી પૂર્ણ થાય અને શૈક્ષણિક વ્યાપ વધે તેવા સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે તે માટે ભવાની ધામ ના સૌને શુભેચ્છા પાઠવી હતી. માવજીભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે કદાચ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત ધાર્મિક કાર્ય થકી એકતાનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌ તન મન ધનથી કાર્યરત થાય તેવી અપીલ કરું છું આ તકે સ્વ.નારસીભાઈ પઢીયાર ને યાદ કરવા ઘટે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
પૂર્વ ગવર્નર અને કારડીયા રાજપૂત સમાજના સૌથી સિનિયર આગેવાન વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે મારે સદી પૂરી કરવી નથી પરંતુ મંદિરનું કાર્ય પૂર્ણ થાય અને તેના પર ધજા ફરકે ત્યાં સુધી કાર્યરત રહી અને કામ કરવાની ઈશ્ર્વર શક્તિ આપે તે જ કાર્યક્રમનું સંચાલન ડો. અનિરુદ્ધસિંહ પઢિયાર કર્યું હતું સંસ્થાનો પરિચય અને શાબ્દિક સ્વાગત કિશોરસિંહજી ચૌહાણે કર્યું હતુંમાં ભવાનીને પ્રાર્થના.
